Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

હિંમતનગર નગર૫ાલિકાનું નવા કરવેરા વિનાનુ વર્ષ 2022-23નું રૂ.105 કરોડનું બજેટ મંજુર

On: March 1, 2022 1:41 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 28

હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભા સોમવારે ટાઉન હોલમાં
પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ઉપસ્થિતિમાં મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩નું રૂ.
૧૦૫ કરોડનું બજેટ નવા કરવેરા વિના મંજુર કરાયુ હતુ. આગામી સમયમાં શહેરના વિવિધ
વિસ્તારોમાં રૂ. ૬.૭૪ કરોડના ખર્ચે ટી.પી. રોડો ઉપરાંત બાંધકામ વિભાગ દ્વારા રૂ.
૫૨.૬૯ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કામો હાથ ધરવા આયોજન કરાયુ છે. ઉપરાંત શહેરની
ટ્રાફિક સમસ્યા હળવી કરવા બે નવા ઓવરબ્રીજ બનાવવા નક્કી કરાયુ છે. આ અંગે પ્રાપ્ત
વિગત અનુસાર સોમવારે શહેરના ટાઉન હોલમાં હિંમતનગર પાલિકાની બજેટ બેઠક યોજાઈ હતી.
બજેટ બેઠકમાં હિંમતનગરની પ્રજા પર કોઈ નવા કરવેરા નાખ્યા વિના રૂ. ૧૦૫ કરોડનુ
વિકાસલક્ષી બજેટ મંજુર કરાયુ હતુ. બાંધકામ વિભાગ દ્વારા શહેરમાં રૂ. ૫૨.૬૯ કરોડના
ખર્ચે વિકાસકામો હાથ ધરવામાં આવ્યા છે. સરકારની તેમજ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી રૂ.
૧.૫૮ કરોડના ખર્ચે સી.સી.રોડની કામગીરી તેમજ રૂ. ૨.૯૬ કરોડના ખર્ચે પેવર બ્લોક રોડ
બનાવવાની કામગીરી વિવિધ વિસ્તારોમાં ૩.૭૧ કરોડથી વધુના ખર્ચે ટી.પી. રોડ બનાવવાની
કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સ્વર્ણીમની આગવી ઓળખની મળવા પાત્ર ૪ કરોડની
ગ્રાન્ટ અન્વયે લો કોલેજ પાસે સામાન્ય નાગરિકને પોસાય તેવા ભાડાના કોમ્યુનિટી હોલ
અને અદ્યતન ઈ-લાયબ્રેરી બનાવવાની કામગીરીનુ પણ આયોજન કરાયુ છે. આગામી દિવસોમાં
પાણી પુરવઠા વિભાગ દ્વારા ૫ કરોડના ખર્ચે અમૃત યોજના – ૨ હેઠળ નવિન ડિસ્ટ્રીબ્યુશન
લાઈનો તેમજ પાણીના કનેકશનોની
, નવિન પાણીની ટાંકીઓ અને સંપ બનાવવાની
કામગીરી હાથ ધરાશે. શહેરની જટીલ બનતી ટ્રાફિક સમસ્યાને હળવી કરવા બે ઓવર બ્રીજ
સાથે અનેક વિકાસ કામોને હાથ ધરવા માટે બજેટમાં આયોજન કરાયુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!