Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

હિંમતનગર સહિત જિલ્લાભરના શિવાલયો આજે ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજશે

On: March 1, 2022 2:02 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર તા. 28

દેવોના દેવ મહાદેવને રિઝવવાનો મહિમા મહાશિવરાત્રીના પર્વે
અધિક રહ્યો છે ત્યારે મંગળવારે અનેક શિવભકતો શિવાલયોમાં જઈ શિવજીની આરાધના કરવા
આતુર બન્યા છે. જયારે બીજી બાજુ હિંમતનગર સહિત જિલ્લાભરના અનેક પ્રાચીન-અર્વાચીન
શિવ મંદિરોમાં મહાશિવરાત્રીની ઉત્સાહ અને શ્રધ્ધાભેર ઉજવણી કરવા ધાર્મીક
કાર્યક્રમો આયોજીત કર્યા છે.

કોરોના કપરાકાળમાંથી પસાર થયેલા શિવભકતો છેલ્લા બે વર્ષથી
ઉત્સાહપુર્વક ધાર્મીક કાર્યક્રમો ઉજવી શકતા ન હતા જે કોરોનામાંથી મુકિત મળતા હવે
શિવભકતો મહાશિવરાત્રીનુ પર્વ પુરી શ્રધ્ધા અને ઉત્સાહથી ઉજવવા અધિરા બન્યા છે.
જેથી મહાશિવરાત્રીનુ આ પર્વનો દિવસ આજે બમ બમ ભોલેના અને ઓમ નમઃ શિવાયના નાદથી
ગુંજી ઉઠશે.હિંમતનગર શહેરમાં હાથમતી નદિ કિનારે આવેલા ઝરણેશ્વર મહાદેવ મંદિર ખાતે
ચાર પ્રહરની પુજા
, રૂદ્રાભિષેક તેમજ સાંજે ભજન કિર્તન સાથે
સંતવાણી કાર્યક્રમનુ આયોજન કરાયુ હોવાનું મંદિરના મહંત પ.પૂ. લક્ષ્મણભારતીજી બાપુએ
જણાવ્યુ હતુ.ેેે નદિ કિનારે આવેલા ભોલેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ મહાશિવરાત્રી
નિમિત્તે ભોળાનાથને શાહી શણગારથી સજાવવા સાથે મેળાનુ આયોજન કરાયુ છે. જેનો હજારોની
સંખ્યામાં શિવભકતો ધર્મ લાભ લેશે.

આ ઉપરાંત હિંમતનગર શહેરના પ્રાંચીન કાશી વિશ્વનાથ, પંચદેવ,
શારદાકુંજના રામેશ્વર મહાદેવ, મહાવિરનગરના
ગોકુલેશ્વર સહિત અનેક શિવાલયોમાં મહાશિવરાત્રીનુ મહાપર્વ શ્રધ્ધાપુર્વક ઉજવવા
શિવભકતો દ્વારા આયોજન કરાયુ છે સાથે સાથે બેરણાના કંટાણેશ્વર ખાતે મહાશિવરાત્રી
પર્વ નિમિત્તે શિવજીની વિશાળ મુર્તી સામે સવામણ રૂની જયોત સાથે ભવ્ય ઉજવણી થાય છે.
ઉપરાંત હિંમતનગર-ઈડર રોડ પર આવેલા વકતાપુર મહાદેવ સહિત પંથકના અનેક શિવાલયોમાં
મહાશિવરાત્રીની ધામધુમ પુર્વક ઉજવણી કરવા આયોજનો થયા છે. અનેક શિવભકતો
મહાશિવરાત્રીએ શિવાલયોમાં દુધ
, બીલીપત્ર, ધતુરાના પુષ્પ, પંચામૃત સાથે અભિષેક કરશે જયારે અનેક
ભકતો ચાર  પ્રહરની પુજા
, લઘુરૂદ્ર, શિવ મહિમ્નના પાઠ કરી શિવજીને રિઝવશે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!