બટાટા ભરેલી ટ્રક વોલ્વા ગામ પાસે પલટતાં દબાઇ જવાથી ચાલકનું મોત

On: February 25, 2022 4:18 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા. 25

મોડાસા-મેઘરજ માર્ગે ગત ગુરૃવારની રાત્રે પુરઝડપે હંકારાતી
ટ્રકના સ્ટયરીંગ ઉપરથી ચાલકે કાબુ ગુમાવતાં ડીવાઈડર સાથે અથડાયેલી ટ્રક રોડ ઉપર
પલ્ટી હતી.અને આ અકસ્માતમાં બટાટા ભરેલ ટ્રક ચાલક પલ્ટી મારી ગયેલ ટ્રક નીચે જ
દબાઈ જતાં કરૃણ મોતને ભેટયો હતો. જયારે મોડાસા રૃરલ પોલીસને જાણ કરાતાં પોલીસે
ક્રેનની મદદથી ચાલકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના રણાસણ પાસેનો બટાટા ભરેલો ટ્રકોનો ખડકલો
જ માર્ગની અવર જવર અવરોધે તેટલા પ્રમાણમાં હોવાથી અકસ્માતની ભીંતી સેવાઈ રહી છે. બટાટા
ટ્રકોમાં ભરી કોલ્ડ સ્ટોરેજમાં લઈ જતાં મોટાભાગના ઉત્તર પ્રદેશ પંથકના ડ્રાઈવરો બેફામ
પણે વાહન હંકારી જિલ્લાના માર્ગો પર જીલવેણ અકસ્માતો સર્જે છે.જેથી જિલ્લાનો લીંભોઈ-કિશોરપુરો
ચોકડી-રણાસણ માર્ગ જોખમી બન્યો છે. અમદાવાદના હાથીજણ વિસ્તારમાંની એક કંપનીના કેટલાક
ટ્રક આ બટાટા હેરાફેરીમાં જોડાયેલા હોઈ જિલ્લામાં અવર જવર વધી છે. આવો જ એક ટ્રકનો
ચાલક અર્જુન પ્રજાપતિ ગત ગુરૃવારના રોજ મેઘરજ તાલુકા શાંતીપુર ગામેથી બટાટા ભરી રણાસણ
તરફ જઈ રહયો હતો. ત્યારે પુરઝડપે અને બેફામ રીતે હંકારાતી આ ટ્રકના સ્ટીયરીંગ પર થી
ચાલકે કાબુ ગુમાવતા મોડાસા-મેઘરજ રોડના વોલ્વા નજીક આ ટ્રક પલ્ટી ગઈ હતી.

બટાટા ભરેલ ટ્રક ડીવાઈડર પર ચડી પલ્ટી જતાં આ ટ્રક નીચે
તેનો ચાલક દબાઈ મોતને ભેટયો હતો.ગુરૃવારે રાત્રે સર્જાયેલ આ અકસ્માતને પગલે ઘટના
સ્થળે આસપાસના લોકોના ટોળા એકઠા થયા હતા.અને પોલીસને જાણ કરાતાં પોલીસે ઘટના સ્થળે
પહોંચી ક્રેનની મદદથી ટ્રક ઉલ્ટાવી મૃત ચાલકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે
મોકલ્યો હતો.આ અકસ્માતને લઈ આ ગુ્રપના અન્ય ટ્રક ચાલકો પણ રણાસણથી ઘટના સ્થળે દોડી
આવ્યા હતા.અને મોડાસા રૃરલ પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવતાં પોલીસે પુરઝડપે
, બેદરકારી
ભરી અને ગફલતભરી રીતે ટ્રક હંકારી અકસ્માત સર્જી પોતાનું જ મોત નીપજાવનાર ચાલક
વિરૃધ્ધ આઈપીસી અને મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ
ધરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!