Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અડાજણમાં ટ્રાન્સફોર્મરમાં ધડાકો થતા ઈલેક્ટ્રીશન દાઝી ગયો અને તણખાથી બે કારમાં લાગી આગ

On: February 22, 2022 10:21 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

(પ્રતિનિધિ દ્વારા) સુરત મંગળવાર

અડાજણમાં પરશુરામ ગાર્ડન પાસે આજે બપોરે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં જોરદાર ધડાકો થવાથી ઓઇલ લીકેજ થતા ઈલેક્ટ્રીશન દાઝ્યો હતો. જ્યારે ટ્રાન્સફોર્મર માંથી ઉડેલા તણખાને લીધે પાર્ક કરેલી બે કારમાં આગ ફાટી નીકળતા ભાગદોડ થઈ જવા પામી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ અડાજણના પરશુરામ ગાર્ડન પાસે મણીનગર રો હાઉસની બહાર આજે બપોરે વીજ કંપનીના ટ્રાન્સફરમાં ત્રણ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. તે સમયે અચાનક ટ્રાન્સફોર્મરમાં જોરદાર ધડાકો થતા ઓઈલ લીકેજ થવાથી ત્યાં કામ કરતા ઇલેક્ટ્રિશિયન બાબુભાઈ (ઉં-વર્ષ-46-રહે મોરાભાગળ, રાંદેર) દાઝી ગયા હતા. જ્યારે બે કર્મચારીઓ બચી ગયા હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું. જોકે ટ્રાન્સફોર્મર લીધે ઉડેલા તણખાથી નીચે પાર્ક કરેલી બે કારમાં આગ ભભૂકી ઉઠી હતી. જેના લીધે ત્યાં ભાગદોડ થઈ જવા પામી હતી. અને ત્યાં પાર્ક કરેલા અન્ય વાહનો ત્યાં હાજર લોકોએ ખસેડાયા હોવાનું જાણવા મળે છે. જોકે આગને લીધે ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા. જેના લીધે ત્યાં લોકો એકત્ર થઇ ગયા હતા.

આ અંગે ફાયર ઓફિસર સંપત સુથારને જાણ થતા પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ફાયર જવાનોએ સતત પાણીનો છંટકાવ કરી અડધો કલાકમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જ્યારે દાઝી ગયેલા ઇલેક્ટ્રિશિયનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળે છે.



[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!