જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા સંખ્યાબંધ બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો: ત્રણની અટકાયત

On: February 22, 2022 10:44 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– જામનગર શહેર અને રાજકોટમાંથી 15 મોટરસાયકલ ચોરી કર્યાની કબુલાત આપી: તમામ વાહનો કબજે કરી લેવાયા

જામનગર તા. 22

જામનગર શહેરમાં વધી રહેલા વાહનચોરીના બનાવને લઈને સીટી બી. ડિવિઝનનો પોલીસ કાફલો એલર્ટ બન્યો હતો, અને ઉંડાણપૂર્વકની તપાસ કર્યા પછી એક ટાબરિયા સહિતની તસ્કર ત્રિપુટીને પકડી પાડી છે, અને તેઓ પાસેથી 15 નંગ ચોરાઉ મોટરસાયકલ કબજે કર્યા છે. જેમાં સાત વાહનો જામનગર શહેરમાંથી અને આઠ વાહનો રાજકોટમાંથી ચોરી કર્યાની કબુલાત આપી છે. જેની વિશેષ પૂછપરછ ચલાવાઈ રહી છે.

જામનગર શહેરના ખાસ કરીને જી.જી.હોસ્પિટલ ઉપરાંત અન્ય જુદા જુદા વિસ્તારોમાંથી મોટર સાયકલ ચોરી થઈ ગયાના કીસ્સાઓ સામે આવ્યા પછી પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું, અને સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો તસ્કર ટોળકીને પકડવા માટે દોડતો થયો હતો.

જામનગરના પોલીસ વિભાગ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવીના કમાન્ડ કંટ્રોલરૂમમાં બારીકાઇથી નિરીક્ષણ કરીને વાહનની ચોરી કરતી ટોળકી સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી.

જેમાં સીસીટીવીના ફુટેજના આધારે એક મોટરસાયકલ જી.જી. હોસ્પિટલમાંથી ચોરી કરીને બે શખ્સો ભાગી રહ્યા હોવાનું તારણ કાઢી અને જુદા જુદા કેમેરા પરથી બન્નેના વર્ણન મેળવી લીધા હતા, અને ચોરાઉ બાઇક સાથે નીકળેલા જામજોધપુર તાલુકાના ભુપત આંબરડી ગામના વતની એવા નથુભાઈ ખીમાભાઈ કોટા નામના 27 વર્ષના શખ્સની અટકાયત કરી લીધી હતી, તેમજ તેની પાછળ બેઠેલા એક ટાબરિયાને પણ આંતરી લઈ બંનેની પુછપરછ કરી હતી.

જેમાં તેઓએ પોતાની પાસે રહેલું મોટરસાઇકલ ચોરી કર્યું હોવાનું જણાવ્યું હતું, ઉપરાંત તેણે અન્ય એક સાગરીત એવા સુરસીંગ નામના પરપ્રાંતિય શખ્સની પણ એક ચોરીમાં મદદ લીધી હતી, અને જામનગર શહેરમાંથી સાત મોટરસાયકલો તેમજ રાજકોટનાથી આઠ મોટરસાયકલની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી.

પોલીસે તસ્કર ત્રિપુટી ને ઉંડાણપૂર્વકની પૂછપરછ કર્યા પછી જુદા જુદા વિસ્તારમાં રાખેલા કુલ 15 મોટરસાયકલ કબજે કરી લીધા. જે વાહન ચોરીના ગુનામાં નથુ અને સુરશિંગની ધરપકડ કરી છે, જ્યારે અન્ય કાયદાથી સંઘર્ષિત કિશોર(ટાબરીયા)ને નોટિસ આપીને જવા દેવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન નથુ નામના તસ્કરે જામજોધપુર પંથકમાંથી એક ટ્રેક્ટરની ટ્રોલી, અને એક ટ્રેક્ટરની દાંતીની પણ ચોરી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જે મામલે શેઠવડાળા પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ સમગ્ર કાર્યવાહી સીટી બી. ડિવિઝનના પી.આઈ. કે. જે. ભોયે અને તેમની ટીમે કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!