વડોદરા: કોર્ટમાંથી આરોપી થયો ફરાર: પોલીસની દોડધામ

On: February 22, 2022 9:59 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 22

વડોદરાની દિવાળીપુરા કોર્ટમાંથી આરોપી નાસી છૂટયો હોવાની ઘટના સામે આવી છે.  છાણી પોલીસ મથકે નોંધાયેલા મારામારીના ગુનામાં આરોપી તારીખ સમયે હાજર રહેતો ન હોય કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ ઈસ્યુ કર્યો હતો. દરમ્યાન આરોપી કોર્ટ કસ્ટડીમાં હોવા છતાં વકીલને મળવાનું કહી નાસી છૂટયો હતો. ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગેની વિગત એવી છે કે ,વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના તાબા હેઠળ આવેલી ચીફ કોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ઉદયભાઈ લેલેએ ફરિયાદ નોંધાવી હતી કે, છાણી પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2009 દરમિયાન મારામારી ,ધાક ધમકી સહિતની કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપી મુકેશભાઈ જેઠાભાઈ રાઠોડ (રહે/રોહિતવાસ, અનગઢ ગામ ,વડોદરા) કોર્ટમાં તારીખ સમયે ઉપસ્થિત રહ્યો હતો. આરોપી સામે બિનજામીન લાયક વોરંટ ઈસ્યુ થયું હોય તેને કસ્ટડીમાં લેવા આદેશ કરવામાં આવ્યો હતો. તેની સામે આરોપીના વકીલએ પકડ વોરંટ રદ કરવાની અરજી કરી હતી. પરંતુ આરોપી વકીલને બોલાવવા જવાનું કહી કોર્ટમાંથી નાસી છૂટયો હતો. આમ વોરંટ રદ કરવાની અરજી પેન્ડિંગ હોય આરોપી કોર્ટ કસ્ટડીમાં હોવા છતાં નામદાર કોર્ટની પરવાનગી વગર તે કોર્ટમાંથી નાસી છૂટયો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!