અંબાચ મોટી નાયકવાડ શાળા માં સ્વ.ગુલાબ ભાઈ રવજીભાઈ પટેલ ના સ્મરણાર્થે બાળકોને વિવિધ ચીજો નું વિતરણ કરાયું 

On: February 22, 2022 9:10 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

આજરોજ તારીખ ૨૧/૦૨/૨૦૨૨ ને સોમવારના દિને  અંબાચ ગામે મોટી નાયકવાડ ધોરણ ૧ થી ૫ વર્ગ શાળાનાં બાળકોને સ્વ. ગુલાબભાઈ રવજીભાઈ પટેલ નાં સ્મરણાર્થે તેમનાં પરિવારજનોએ કપડાં, પેન્શિલ, રબર અને ડીશનું દાન વિતરણ કર્યું હતું. જે દરમ્યાન તેમના પરિવારજનોએ હાજરી આપી શિક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટેનું બાળકોને પ્રોત્સાહન પણ પુરૂં પાડ્યું હતું.
સ્વ. ગુલાબભાઈ તેમના જીવનકાળ દરમિયાન અનેક ખ્યાતનાઓ મેળવી હતી. તેઓએ પ્રાથમીક શિક્ષણ અને ઉચ્ચતર શિક્ષણ પ્રાપ્ત કરી અનુસ્નાતક થઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું  હતું. સાથેજ Doctor of Philosophy (PHD) નો અભ્યાસ પુર્ણ કરી ડોકટરેડની પદવી હાંસલ કરી તેઓ દમણની કોલેજ માં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રિટાયર્ડ થયા હતા. તારીખ  ૩૦/૦૫/૨૦૨૧ ને રવિવારના દિને કુદરતના અકરૂણતાના લિધે તેઓ ‌શ્રીજીને ચરણવશ થઈ દેવલોક પામ્યાં હતાં. જેમનાં સ્મરણાર્થે આજરોજ મોટી નયકવાડ વર્ગ શાળામાં હાજર શિક્ષક ગણ તેમજ સરપંચશ  મનિષાબેન વિજયભાઈ પટેલ ના ઉપસ્થિતીમા સ્વ. ગુલાબભાઈ રવજીભાઈ પટેલ ના સ્મરણાર્થે તેમના પરિવારજનો દ્વારા યાદગીરી નિમિતે શાળાના‌ બાળકોને ઉપયોગી સાધનોનું દાન વિતરણ કર્યું હતુ. 

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!