Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

મહિલા જેલમાં પૈસા આપો તો મોબાઈલ ને મુલાકાતની સુવિધા

On: January 24, 2022 2:22 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


ઉચ્ચ અધિકારીઓને મોકલાયેલા નનામા પત્રમાં ગંભીર આક્ષેપો

મહિલા કેદીઓ સાથે અમુક મહિલા અધિકારી અમાનવીય વર્તણૂક અને ટોર્ચરિંગ કરતા હોવાના પણ ગંભીર આક્ષેપ

અમદાવાદ : સાબરમતી જુની જેલ પછી સાબરમતીની મહિલા જેલમાં સાચી હોય તો ગંભીર ગણી શકાય તેવી બાબતો અંગે જેલના ઉચ્ચ અધિકારીઓને નનામો પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં એવા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે, મહિલા જેલમાં પૈસા આપો તો મોબાઈલ ફોન અને સંબંધીઓને મુલાકાતની સુવિધા આપવામાં આવે છે.

અમુક મહિલા કેદીઓ સાથે અમુક મહિલા અધિકારી અમાનવીય વર્તણૂંક અને શારીરિક, માનસિક ટોર્ચર કરતા હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યાં છે. નનામા પત્રમાં કરાયેલા આક્ષેપો સામે ખરા તથ્ય શું છે તે અંગે તો ઉચ્ચ અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરાવે તો જ વાસ્તવિક સ્થિતિ પ્રકાશમાં આવે તેમ છે.

એક નનામા પત્રમાં એવા ચોંકાવનારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે, બે મહિલા હવાલદાર જ તમાકુથી લઈને મોબાઈલ લાવી આપે છે. એક મોબાઈલ ફોન લાવવાના 25000 રૂપિયા લેવામાં આવે છે. અઠવાડિયે એક કાયદેસરની મુલાકાત હોય તે માટે પણ 1000 રૂપિયા અને ગેરકાયદે મુલાકાત માટે 2000 રૂપિયા આપવા પડે છે.

કેદીના કાયદેસર હક્કની સુવિધઆ હોય કે ગેરકાયદેસર જરૂરિયાત પૂરી પાડવા પૈસા સિવાય કોઈ કામ થતું નથી. સુબેદારએ મોબાઈલ ફોન પકડયા છે પણ આગળ જાણ કરવામાં આવતી નથી. ઉપરી અધિકારીઓ કમ્પલેઈન લઈને આવશો તો મેમો આપવાની ધમકી આપે છે.ગેરકાયદેસર ફોન કરવાના 500 રૂપિયા, ગેરકાયદેસર રીતે નાસ્તો અંદર લાવવા માટે 500 રૂપિયા આપવા પડે છે.

જેલોના વડાને સંબોધીને લખાયેલા નનામા પત્રમાં એવો આક્ષેપ કરાયો છે કે, પૈસા ન અપાય તો જેલ બદલીની ધમકી આપવામાં આપવામાં આવે છે. જેલમાં માનસિક અને શારીરિક ટોર્ચરિંગ કરવા માટે જેલમાં મુકાયા હોવાનું કહી માનસિક ત્રાસ અપાય છે. અમુક કેદીઓને ધાબળા ઓઢાડીને મારવામાં આવે છે. વારંવાર કેદી કદી કહીને ટોર્ચર કરાય છે.

કેદીને સુધારતા પહેલાં અમુક સ્ટાફની માનસિકતા સુધારવાની જરૂર છે. બીજા શહેરમાંથી આવેલા હવાલદારે તેમના શહેરના લોકોનું ગૃપ બનાવીલીધું છે અને વીવીઆઈપી સગવડ આપવામાં આવે છે.

પત્રમાં એવો ગંભીર આક્ષેપ પણ કરાયો છે કે, કોઈ સારા કામ કર્યા નથી કે મુલાકાત લેવા આવ્યા છો. કેદીના પરિવારવાળા સાથે કેદી હોય તેવી વર્તણૂંક કરવામાં આવે છે. જેલનો ઘણોખરો મહિલા સ્ટાફ આખો દિવસ ડયૂટીના સમયે મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત હોય છે. કેદી રજૂઆત કરવા જાય તો જવાબ અપાતો નથી. ડયુટી ટાઈમે મોબાઈલ ફોન પ્રતિબંધિત છે પણ જેલ સ્ટાફને જાણે નિયમ લાગુ પડતો નથી.

પત્રના અંતે અધિકારીને વિનંતી કરવામાં આવી છે કે, મહિલા જેલમાં ગરીબ મહિલા કેદીઓને પૈસા ન ચૂકવે તો હક્કની સુવિધા મળતી નથી. મહિલા જેલમાં પુરૂષ સ્ટાફની બદલી તાત્કાલિક થાય છે અને અવ્યવસ્થાનું કારણ બનેલા ગણ્યાગાંઠયા મહિલા કર્મચારીની બદલી કરવામાં આવતી નથી. નનામા પત્રમાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે તે અંગે તપાસ કરવામાં આવે તો મહિલા જેલની શાખને અસર થતી અટકી શકે તેમ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!