Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

લગ્નમાં ભીડ એકઠી કરી કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ઠુમકા માર્યા

On: January 24, 2022 2:01 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


સરકાર ગંભીર નથી તેવું કહેનારા કોંગ્રેસી નેતા જ બેફિકર

નરોડામાં લગ્નમાં ભીડ વચ્ચે કોંગ્રેસી નેતાઓએ નોટો ઉછાળી, માસ્ક વિના ડાન્સ કરી નિયમોના ધજાગરા ઉડાડ્યા 

અમદાવાદ : કોરોનાએ સમગ્ર ગુજરાતમાં ચિંતાનો માહોલ સર્જયો છે કે રોજના 20 હજારથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. આ જોતાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત સરકાર ગંભીર નથી . કોરોનાને કાબૂમાં લેવા આરોગ્ય વિભાગ સદંતર નિષ્ફળ રહ્યુ  છે તેવો આક્ષેપ કર્યો હતો.

આ જ જગદીશ ઠાકોરે નાના ભાઇના લગ્નમાં આમંત્રિતોની  મોટી ભીડ એકઠી કરી હતી. એટલું જ નહીં, માસ્ક વિના ઠુમકા મારી ગાઇડલાઇનના ધજાગરાં ઉડાડયા હતાં. ગુજરાતમાં કોરોનાના કેસો રોકેટગતિએ વધી રહ્યા છે ત્યારે લોકો ચિંતાતુર બન્યા છે પણ રાજકારણીઓ હજુય જાણે બિન્દાસ બન્યા છે.

સરકાર પર ટીકાઓનો વરસાદ કરનારાં કોંગ્રેસના નેતા-કાર્યકરો ય નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. કોરોનાએ ચિંતાજનક ચિત્ર ઉભુ  કર્યુ છે જેથી સરકારે લગ્ન સમારોહમાં માત્ર 150 જણાંની મંજૂરી આપી છે. પણ રાજકારણીઓના સગાઓના લગ્નમાં સંખ્યા નિર્ધારિત હોતી જ નથી. આટલુ ઓછુ હોય તેમ નિયમો ય પાળવામાં આવતા નથી.

નરોડામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઇના લગ્ન હોવાથી આમંત્રિતોની ભીડ ભેગી કરાઇ હતી.એટલું જ નહીં, સ્ટેજ પર પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય સી.જે.ચાવડા સહિતના કોંગ્રેસી નેતાઓએ માસ્ક સુધ્ધાં પહેર્યુ ન હતું. જગદીશ ઠાકોરે કોંગ્રેસી નેતાઓ સાથે ઠુમકા માર્યા હતાં. કોગી આગેવાનોને નોટો ઉડાડી મજા માણી હતી. 

કયાંય સોશિયલ ડિસટન્સ કે માસ્કના નિયમનું પાલન થયુ હોય તેવુ દેખાયુ ન હતું. ચર્ચા એવી છેકે, સરકારને સુફિયાણી સલાહ આપનારાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જ ગાઇડલાઇનના ધજાગરાં ઉડાડયા હતાં. લગ્નનો વિડીયો પણ સોશિયલ મિડિયામાં વાયરલ થયો હતો. 

ટૂંકમાં, આમ જનના માટે જ કાયદા છે. રાજકારણીઓને નિયમો જાણે લાગુ પડતા નથી. નિયમોનુ પાલન થતુ ન હોવાથી જ કોરોનાને ખુલ્લુ આમંત્રણ મળી રહ્યુ છે. નોંધનીય છેકે, કોવિડ ટાસ્ક ફોર્સના નિષ્ણાતોએ ગુજરાતીઓને ચેતવ્યા છેકે, જો માસ્ક-સોશિયલ ડિસટન્સના નિયમોનુ પાલન નહી થાય તો કેસોની સંખ્યા હજુય વધી શકે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!