Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ઉપર આભ-નીચે ધરતી, ગુજરાતમાં 1,44 લાખ લોકો આજેય ઘરવિહોણા

On: January 24, 2022 2:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


ઘર વિના લોકો ફુટપાથ-ખુલ્લી જમીન પર રહેવા મજબૂર 

હકદાર ગરીબ લોકો જમીન- આવાસ યોજનાના લાભથી વંચિત, ગામડાં કરતાં શહેરોમાં ઘરવિહોણાંની કફોડી દશા 

અમદાવાદ : એક બાજુ, ગુજરાતમાં  ચારેકોર વિકાસની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે.તો બીજી બાજુ, વિકસીત રાજ્ય ગુજરાતમાં 1.44 લાખ લોકો આજેય ઘરવિહોણાં છે. ઘર માટે જમીન ન હોવાથી આ ભુમિહીન પરિવારો ફુટપાથ અથવા ખુલ્લી જમીનમાં રહેવા મજબૂર બન્યા છે. ખુદ કેન્દ્ર સરકારે લોકસભામાં આ વાતનો ખુલાસો કર્યો ેછે. 

ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પૂરજોશમાં ચાલી રહી છે. સરકાર દાવો કરી રહી છે, હજારો લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ મળ્યો છે. આ તરફ, લોકસભામાં ેકેન્દ્ર સરકારે ઘરવિહોણા મુદ્દે એવો ખુલાસો કર્યો છેકે, ગુજરાતમાં કુલ મળીને 1,44,306 લોકો ઘરવિહોણા છે.

ગામડા કરતાં શહેરોમાં ઘરવિહોણા લોકોની સંખ્યા વધુ છે. શહેરોમાં ઘરવિહોણાંને જમીન આપવી રાજ્ય સરકાર માટે કઠિન કામ બન્યુ છે.આ જોતા આવાસ આપવા પ્રધાન્ય અપાઇ રહ્યુ છે. ગુજરાતમાં શહેરોમાં 84,822 લોકો ઘરવિહોણા છે જયારે ગામડાઓમાં ઘરવિહોણા લોકોની સંખ્યા 59,484 છે. 

કેન્દ્રીય સામાજીક અધિકારાતા વિભાગના મતે, ભારતમાં કુલ 17,73,040 ઘરવિહોણા છે. અત્યાર સુધી ભારતમાં 4,46,58 ભુમિવિહોણા લાભાર્થીઓ પૈકી 2,02,719 લાભાર્થીઓને જમીન આપવામાં આવી છે. ગુજરાતમાં પણ 5549 લોકોને જમીન  આપવામાં આવી છે જયારે 2119 લોકોને હજુ સુધી જમીન કે નાણાંકીય સહાય ચૂકવાઇ નથી. 

ગુજરાત સહિત ભારતમાં આવાસ માટે કેટલી માંગ છે તે અંગે સંર્વેક્ષણ પણ હાથ ધરવામાં આવી રહ્યુ છે. જોકે, કેન્દ્રનું કહેવુ છેકે, ઘરવિહોણાં લોકો માટે જમીન સંપાદનએ મહત્વની પ્રક્રિયા છે તે રાજય સરકારની જવાબદારી છે. ઘરવિહોણા અત્યારે તો ફુટપાથ કે ખુલ્લી જમીનમાં રહેવા મજબૂર બન્યા છે. ટૂંકમાં, આજે પણ હજારો-લાખો ગરીબ પરિવારો ઉપર આભ નીચે ધરતીની જેમ દિવસો પસાર કરી રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!