[ad_1]

– ચૂંટણી નું ફોર્મ રદ કરાવવા બાબતેનો ખાર રાખી લગ્ન પ્રસંગમાં સાજડીયારી ગામે ગયેલા યુવાન પર હુમલો કરી બદલો લેવાયો
જામનગર તા ૨૩,
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સાજડીયારી ગામે ત્રણ વર્ષ પૂર્વેના ચૂંટણીના મનદુઃખને લઈને એક યુવાન પર ત્રણ સખ્સોએ માથામાં હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ થઈ છે. સાજડીયારી ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા યુવાન પર હુમલો કરી જૂનો બદલો લેવામાં આવ્યો હોવાનું જાહેર કરાયું છે. લાલપુર પોલીસ સમગ્ર મામલે તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના સાજડીયારી ગામે ગઈ કાલે રાત્રે ભુરાભાઇ ચારણના રહેણાક મકાને ખટિયા ગામે રહેતા રહીમભાઇ મામદભાઇ શેઠાના ભાઈ સાહિલ કે જે લગ્ન પ્રસંગે હાજરી આપવા માટે ગયો હતો, જે દરમિયાન તેના પર ગોપાલભાઇ શીવાલાભાઇ, વીરાભાઇ રાજકરણભાઇ અને દેગાભાઇ ધનાભાઇએ હુમલો કર્યો હતો.
જેમાં આરોપી ગોપાલે ધકો મારતાં શાહિલ પડી ગયો હતો અને ‘ધકો શું કામ મારેછે’ તેમ કહ્યું હતું. જેને લઈને આરોપી ગોપાલે પોતાના હાથમાં પહેરલું કડું સાહીલને માથાના ભાગે એક ઘા કર્યો હતો. જેથી સાહિલ લોહી લુહાણ થઇ ગયો હતો. જયારે અન્ય બન્ને આરોપીઓએ ઢીકા પાટુનો માર મારી બીભત્સ વાણીવિલાસ આચર્યો હતો.
આ બનાવ બાદ સાહિલે સારવાર લીધી હતી, અને સમગ્ર બનાવ અંગે લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા લાલપુર પોલીસે આરોપીઓ સામે આઈપીસી કલમ 323, 324, 504, 114 મુજબ ફરિયાદ નોંધાવી હતી.
જેમાં આરોપીઓના સંબંધી ઝાલાભાઇ ચારણે ખટીયા ગામમાં સને 2018 માં સરપંચની ચુટણીમાં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. પરંતુ ઝાલાભાઇને ત્રણ સંતાનો હોવાથી રહીમભાઈએ અરજી કરી તેનુ ઉમેદવારી ફોર્મ રદ કરાવ્યુ હતું.
આ અરજીનો ખાર રાખી ગઈ કાલે બંને ભાઈઓ તથા ઘરના સભ્યો સાજડીયારી ગામે ભુરાભાઇ ચારણને ત્યા લગ્ન પ્રસંગે જમવા માટે ગયા હતા. ત્યારે હુમલો કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. લાલપુર પોલીસ ત્રણેય હુમલાખોરોને શોધી રહી છે.
[ad_2]
Source link






