રૂપિયાની ઉઘરાણી બાબતે તકરાર થતાં સામસામે હુમલો, સાત ઘાયલ

On: January 23, 2022 8:13 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 23 

વડોદરા મુજમહુડા વિસ્તારમાં રૂપિયાની ઉઘરાણી બાબતે થયેલી તકરારમાં એક પરિવારના સદસ્યો પર લાકડીઓ વડે હુમલો થતાં 6 જણાને ઇજા થઇ હતી.

મુજ મહુડાની હનુમાન ટેકરી ખાતે રહેતા મનોજ માળીએ પોલીસને કહ્યું હતું કે, મારા પિતા બુધાભાઈએ મારા કાકા માધવભાઈને રૂ.50 હજાર ઉછીના આપ્યા હતા. જેમાંથી મારા કાકાએ રૂ 30 હજાર પરત કર્યા હતા.

બે વર્ષ પહેલા મારા પિતાજીનું અવસાન થતા અમે મારા કાકા પાસે વારંવાર બાકી નીકળતી રકમ ની માંગણી કરી હતી. પરંતુ તેઓ રૂપિયા પરત કરતા ન હતા.

મનોજભાઈ એ કહ્યું છે કે,ગઈરાતે હું મારો ભાઈ કિશન, માતા તેમજ બનેવી મારા કાકા ના ઘર પાસે જઈ મારા પિતાની મહેનતની કમાણીના રૂપિયા આપતા નથી.. તેમ કહી ઉઘરાણી કરતા મારા કાકાના પુત્ર અશોક તેમજ કાકા માધવભાઈ સહિતના પરિવારજનોએ રૂપિયા નહીં મળે, શું કરી લઈશ.. કેમ કહી લાકડીઓ વડે હુમલો કરતા અમને ઈજાઓ થઈ હતી. આ દરમિયાન સામે પક્ષે પણ ઝપાઝપી થવાથી ઈજા થઈ હતી.

જે.પી.રોડ પોલીસે આ અંગે માધવ માળી, અશોક માળી, પરેશ માળી અને ગંગાબેન માળી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સામે પક્ષે અશોક માળીએ મનોજ માળી, કિશન માળી અને સંતોષ માળી સામે વળતી ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે કહ્યું છે કે અમે લોન લઈને પૈસા આપવાની ખાતરી આપી હોવા છતાં હુમલાખોરોએ પાઇપ વડે મારા પિતાજી તેમજ મારા ઉપર હુમલો કર્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!