જામનગર શહેર અને કાલાવડમાં એક ખેડૂત યુવાન તેમજ એક પરિણીતાની ઝેરી દવા પી લઇ આત્મહત્યાના બે કિસ્સા

On: January 23, 2022 8:58 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– જામનગરના માધવબાગમાં રહેતી એક પરણિત યુવતીનો અગમ્ય કારણોસર ઝેર પી લઇ આપઘાત

– કાલાવડ તાલુકાના ગલપાદર ગામમાં રહેતા ખેડૂત યુવાનનો ઝેરી દવા પી લઇ આપઘાત

જામનગર, તા. ૨૩

જામનગર શહેર અને કાલાવડમાં ઝેરી દવા પી લઇ આત્મહત્યાના બે કિસ્સા બન્યા છે. જામનગરમાં માધવ બાગ વિસ્તારમાં રહેતી એક પરિણીત યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી લઈ આત્મહત્યાનું પગલું ભરી લીધું છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે. જયારે કાલાવડ તાલુકાના ગલપાદર ગામમાં રહેતા એક ખેડૂત યુવાને અકળ કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે.

જામનગર શહેરમાં સાંઢીયા પુલ નજીક માધવ બાગ શેરી નંબર -૩ માં રહેતી રીટાબેન દેવાયતભાઈ કરંગીયા નામની 30 વર્ષની પરિણીત યુવતીએ ગત 18મી તારીખે પોતાના ઘેર ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેણીનું મૃત્યુ નીપજયું છે.

આ બનાવ અંગે મૃતકના પતિ દેવાયતભાઈ ખોડાભાઈ કરંગીયા એ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગલપાદર ગામમાં રહેતા એક ખેડૂત યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જે મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના ગલપાદર ગામમાં રહેતા અને ખેતીકામ કરતા અહેમદભાઈ વલીમામદભાઈ શમા નામના 21 વર્ષના સંધિ જ્ઞાતિના ખેડૂત યુવાને ગત 18મી તારીખે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કરતાં તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ગઈ કાલે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પિતા વલીમામદભાઈ હાજીભાઈ શમાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી આ બનાવ અંગેની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!