Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

પેપર લીક પ્રકરણ : વાઘરોટાના શિક્ષક અને હિંમતનગરના ગ્રંથપાલની અટકાયત કરી

On: January 2, 2022 1:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર,
તા. 1

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું હેડક્લાર્કનું પ્રશ્નપત્ર લીક
થયા પછી ધરપકડનો દોર શરૂ થયો છે. સાબરકાંઠા પોલિસે વાઘરોટાના શિક્ષક તેમજ હિંમતનગર
ફાર્મસી કોલેજના ગ્રંથપાલની અટકાયત કરી છે આ સાથે ધરપકડ આંક ૩ર ને પાર પહોંચ્યો છે.
મોંડેથી બંને આરોપીઓને પ્રાંતિજ કોર્ટમાં રજુ કરતાં જેલ હવાલે કરાયા હતા.

સાબરકાંઠા જિલ્લો પેપરલીક પ્રકરણનું એ.પી. સેન્ટર બની જતાં સમગ્ર
રાજ્યમાં જૂજ લેભાગુઓના કારણે જિલ્લો અને તેના બેરોજગારો બદનામ થઈ રહ્યા છે. એક પછીએક
પેપરલીકના મુખ્ય સુત્રધાર સહિત આરોપીઓ પોલિસના સકંજામાં આવ્યા પછી અત્યાર સુધીમાં રૂ.૭૮
,૯૬,પ૦૦ની રોકડ રકમ પોલિસે
આરોપીઓ પાસેથી કબજે લીધી છે. પેપર લીક કરનારાથી માંડી ગ્રાહકો શોધી આપનારા દલાલોએ લાખો
રૂપિયા એકત્ર કર્યા પરંતુ પેપરલીકનું પાપ છતું થઈ જતાં તમામ આરોપીઓ તબક્કાવાર પોલિસના
સકંજામાં આવી રહ્યા છે.

પેપરલીક પ્રકરણમાં ઉમેદવારોને પેપર સોલ્વ કરી આપવામાં કેટલાંક
શિક્ષકોની ભૂમિકા હોવાની ચર્ચા હતી.  પેપરલીક
પ્રકરણમાં સંડોવાયેલા પ્રાંતિજ તાલુકાના વાઘરોટાના અને નનાનપુર ગામની વિનય મંદિર સ્કુલ
, વૃંદાવનના શિક્ષક
રજનીકાંત અમૃતલાલ પટેલ તેમજ હિંમતનગર એ.પી.એમ.સી. ફાર્મસી કોલેજના ગ્રંથપાલ (મૂળ રહે.રતનપુર
તા.ઈડર) નરેન્દ્રકુમાર ડાહ્યાભાઈ પટેલની તા.૩૧ ડિસેમ્બરની રાત્રે અટકાયત કરી છે. આ
બંને આરોપીઓ પાસેથી પોલિસને પેપરલીક પ્રકરણના અત્યાર સુધી ઉજાગર નહિ થયેલા અનેક રાજ
ખુલવાની સંભાવના છે.

ગણિત વિષયના શિક્ષકની અટકાયત થતાં અનેક ઉમેદવારોની ઉંઘ હરામ

પ્રાંતિજ તાલુકાના વાઘરોટા ગામના વતની નનાનપુર ગામની હાઈસ્કુલના
ગણિત વિષયના શિક્ષક રજનીકાન્ત અમૃતલાલ પટેલની પેપરલીક પ્રકરણમાં તા.૩૧ ડિસેમ્બરે જિલ્લા
પોલિસે ધરપકડ કરતાં અનેક ઉમેદવારોની ઉંઘ હરામ થઈ ગઈ છે. જ્યારે શિક્ષકને નજીકથી ઓળખનારા
અનેક લોકોનું માનવું છે કે આવા કામમાં તેમની સંડોવણી સમજી શકાતી નથી
? જ્યારે બીજી લોકચર્ચા
મુજબ શિક્ષકના નજીકના સગાની થોડાંક સમય પહેલા અટકાયત થઈ છે જેમાં તપાસ દરમિયાન નામ
બહાર આવતા અટકાયત થયાનું સંભવ છે.

માત્ર ત્રણ તાલુકાના 
ઉમેદવારો સુધી પેપર સિમિત રહેવું મુશ્કેલ

પેપરલીક પ્રકરણમાં પોલિસે મુખ્ય સુત્રધાર તેમજ પેપર ખરીદનારા
ઉમેદવારો અને ઉમેદવારોના વાલીઓની એક પછીએક અટકાયત કરી જેમાં પ્રાંતિજ
, હિંમતનગર અને ઈડર
તાલુકાના ઉમેદવારોના નામ સામે આવ્યા છે જ્યારે પેપરલીક થયા પછી સુત્રધારો અને દલાલોએ
રુ.ર.પ૦ કરોડથી વધુ ખંખેર્યાની સંભાવના વચ્ચે શું લીક થયેલું પેપર માત્ર ૩ તાલુકા પુરતું
જ સીમીત રહ્યું હશે
? તે માનવું
મુશ્કેલ છે. આગામી ૩ દિવસમાં પેપરલીકનો રેલો અરવલ્લી અને ખેડા જિલ્લામાં પગપેસારો કરે
તેવી સંભાવના વધુ છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!