Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

અણીયોર પાસે માલપુર અને બાયડના બે નાયબ મામલતદાર દારૂના નશાની હાલતમાં ઝડપાયા

On: January 2, 2022 1:53 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મોડાસા,તા.1

અરવલ્લી જિલ્લામાં કેટલાક સ્થળોએ થર્ટી ફર્સ્ટની ઉજવણીઓ હાથ
ધરાઈ હતી. આ ઉજવણી ઉપર બાજ નજર માંડી બેઠેલ જિલ્લા પોલીસે માલપુર તાલુકાના અણીયોર ગામ
નજીકથી દારૂ ઢેંચેલી હાલતમાં બે નાયબ મામલતદારો ઝડપાતાં ચકચાર મચી હતી. અરવલ્લી પોલીસે
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ દારૂ પીધેલી હાલતમાં બે સરકારી કર્મીઓ સહિત કુલ ૩૬ જણાને
જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનોની હદમાંથી ઝડપી હવાલાતે કર્યા હતા.

અરવલ્લી જિલ્લાના ઈન્ચાર્જ પોલીસવડા બી.બી.બસીયાના માર્ગદર્શન
હેઠળ જિલ્લાભરમાં પોલીસ દ્વારા બાજનજર ગોઠવી સ્પેશ્યલ ડ્રાઈવ યોજાઈ હતી.અને જિલ્લાના
આંતર રાજય સરહદની ૧૦ ચેકપોસ્ટો ઉપર સઘન વિશેષ બંદોબસ્ત ગોઠવાયો હતો.જેમાં માલપુર તાલુકાના
અણીયોર નજીક થર્ટી ફસ્ટની મધ્યરાત્રીએ એક પેટ્રોલપંપની પાછળ ખુલ્લી જૈગ્યામાં આવેલ
ઓરડીમાં મહેફીલ માનતા બે નાયબ મામલતદારને પોલીસે દબોચી લીધા હતા.

જિલ્લાના ડીવાયએસપીને મળેલ બાતમીના આધારે માલપુર પોલીસ દ્વારા
કરાયેલ રેડમાં માલપુર અને બાયડના નાયબ મામલતદાર જૈમીનભાઈ બાબુભાઈ પટેલ (રહે.તિરૂપતિ
બંગ્લોઝ
, મોડાસા) અને
નિલેશભાઈ અરવિંદભાઈ પટેલ (રહે.રચનાપાર્ક સોસાયટી
, મોડાસા)નાઓને દારૂ પીધેલ હાલતમાં ઝડપી હવાલાતે કરાયા હતા.

આ બંને સરકારી કર્મીઓ સામે માલપુર પોલીસ સ્ટેશને પ્રોહીબીશન
એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જયારે અરવલ્લી જિલ્લા ઈન્ચાર્જ
પોલીસવડા ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાની ૧૦ આંતર રાજય ચેકપોસ્ટે ખાસ બંદોબસ્ત
ગોઠવી દારૂ ઢેંચી કે દારૂ ભરી જિલ્લામાં આવતા ૩૬ ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી
હાથ ધરાઈ હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

error: Content is protected !!