વડોદરા: કોમ્પ્લેક્ષમાં કાર પાર્ક કરી દારૂની મહેફિલ માણતા બે મિત્રો ઝડપાયા

On: November 30, 2021 12:58 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 30 નવેમ્બર 2021 મંગળવાર

સયાજીગંજ વિસ્તારના કોમ્પલેક્ષ માં કારમાં દારૂની મહેફિલ ચાલતી હોવાની વિગતો ને પગલે પોલીસે તપાસ કરતાં બે મિત્રો નશામાં ચકચૂર હાલતમાં મળી આવ્યા હતા.

ગઈ મોડીરાત્રે સયાજીગંજ પોલીસ નિતીન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમ માંથી એક મેસેજ મળ્યો હતો.જેમાં સયાજીગંજ વિસ્તારના બ્લ્યુ ચિપ કોમ્પ્લેક્સ માં પાર્કિંગમાં એક કારમાં કેટલાક લોકો દારૂ ની મેહફીલ કરી રહ્યા હોવાની વિગતો જણાવવામાં આવી હતી.

સયાજીગંજ પોલીસે સ્થળ પર જઇ તપાસ કરતા કારમાંથી નિમેશ ક્રિષ્ના કુમાર રાજપુત (પાયલ કોમ્પ્લેક્સ,સ્ટોક એક્સચેન્જ પાસે,સયાજીગંજ) તેમજ વિરેન હર્ષદભાઈ પટેલ (સામ્રાજ્ય સોસાયટી,મુજ મહુડા) દારૂના નશામાં મળી આવ્યા હતા.

પોલીસે બંને પાસે કાર,ત્રણ મોબાઇલ ફોન તેમજ દારૂની બોટલ કબજે કરી અટકાયત કરી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!