Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

આમોદના દેણવા ગામે ભૂતિયા ફળિયામાં દરવાજાના નકુચા તોડી ૪.૫૩ લાખની ચોરી

On: November 30, 2021 12:36 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ભરૂચ: આમોદ તાલુકાના દેણવા ગામે ગતરોજ રાત્રીના સમયે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યુ હતું. ગામના  ભૂતિયા ફળિયામાં આવેલા મકાનનાં દરવાજાના નકુચા તોડી તિજોરીમાંથી અલગ અલગ દાગીના તેમજ રોકડ રકમ મળી કુલ ૪.૫૩ લાખની ચોરી કરી છે. બનાવના પગલે આમોદ પોલીસ દોડતી થઈ ગઈ છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ તાલુકાના દેણવા ગામે ભૂતિયા ફળિયામાં રહેતા અજીતસિંહ ખુમાનસિંહ પરમાર દહેજ ખાતે ચા-નાસ્તાની દુકાન ધરાવે છે. જેઓ દહેજ ખાતે ગયા હોય રાત્રીના સમયે કોઈ તસ્કરોએ તેમના મકાનને નિશાન બનાવ્યુ હતું. ચોર તત્વોએ ઘરના લોખંડના દરવાજાના નકુચા કોઈ હથિયાર વડે કાપી તિજોરી તોડીને તિજોરીનું ડ્રોવર ખોલી તથા પ્લાસ્ટિકના ડબ્બા ડબ્બીઓમાં રાખેલા સોનાના દાગીનાઓ તથા રોકડા રૂપિયા ૪૫૦૦૦ મળી કુલ ૪.૫૩ લાખ રૂપિયાનો હાથફેરો કર્યો હતો. 

ચોરાયેલી વસ્તુઓ

૧)સોનાની ઝુમ્મર બુટ્ટી નંગ ૨ કિંમત રૂપિયા ૪૫૦૦૦

૨)સોનાના અછોડા નંગ ૨ કિંમત ૯૦૦૦૦

૩)સોનાની વીંટી નંગ ૧૦ કિંમત ૧,૩૫૦૦૦

૪)પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલી સોનાની બુટ્ટી નંગ ૨ કિંમત ૪૫૦૦૦

૫)પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલી સોનાની કડી નંગ ૨ કિંમત ૨૭૦૦૦

૬)પ્લાસ્ટિકના એક નાનાં બોક્ષમાં રાખેલી સોનાની નથણી નંગ ૩ કિંમત ૨૭૦૦૦

૭) પ્લાસ્ટિકના બોક્ષમાં રાખેલા ચાંદીના છડા નંગ ૪ કિંમત ૩૦૦૦૦

૮)ચાંદીની બંગડી નંગ ૬ કિંમત ૬૦૦૦

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!