Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

મર્યાદા પુરુષોત્તમ રામને જાણવાનો સુરતના આંગણે અવસર
ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા 20 અને 21મી મેના રોજ “અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન

On: May 19, 2022 4:41 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વક્તા કુમાર વિશ્વાસ ભગવાન રામના જીવન – કવન ને કરશે પ્રસ્તુત

સુરત : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જીવન એ દરેકને માત્ર પ્રેરણા જ નથી આપતું પણ સફળ જીવન જીવવાનો માર્ગ પણ બતાવે છે. ત્યારે ભગવાન શ્રીરામ ને જાણવાનો અવસર સુરતના આંગણે મળી રહ્યો છે. ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આગામી 20 અને 21મી મેના રોજ સુરત ખાતે “અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

સુરત : મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું જીવન એ દરેકને માત્ર પ્રેરણા જ નથી આપતું પણ સફળ જીવન જીવવાનો માર્ગ પણ બતાવે છે. ત્યારે ભગવાન શ્રીરામ ને જાણવાનો અવસર સુરતના આંગણે મળી રહ્યો છે. ઉત્સવ ફાઉન્ડેશન દ્વારા આગામી 20 અને 21મી મેના રોજ સુરત ખાતે “અપને અપને રામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

જેમાં વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વક્તા કુમાર વિશ્વાસ ભગવાન રામના જીવન – કવનને પોતાના મુખાવિંદથી પ્રસ્તુત કરશે. 

આ અંગે માહિતી આપતા સી.એ. હરિ અરોરાએ જણાવ્યું હતું કે અયોધ્યા ખાતે ભગવાન રામનું ભવ્ય મંદિર સાકારીત થઈ રહ્યું છે. દેશ આખો રામમય બને તે માટે સુરત ખાતે અપને અપને રામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ માટે અયોધ્યામાં નિર્માણ થઇ રહેલા ભવ્ય રામ મંદિર જેવો જ મંદિર ઊભો કરવામાં આવી રહ્યો છે. જેથી શ્રોતાઓ ને એવી અનુભૂતિ થશે કે તેઓ ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ તીરથસ્થળબા પરિસરમાં જ બેસી ભગવાન રામને જાણી રહ્યા છે. કાર્યક્રમનું આયોજન ઉધના મગદલ્લા રોડ પર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સામે એગઝીબીશન ગ્રાઉન્ડ પર 20 અને 21મી મેના રોજ સાંજે 7:00 વાગ્યાથી કરવામાં આવ્યું છે. કાર્યક્રમની પ્રસ્તુતિ વિશ્વ વિખ્યાત રામકથા મર્મજ્ઞ અને યુગ વક્તા કુમાર વિશ્વાસ દ્વારા આપવામાં આવશે. તેમની સાથે 24 વાદ્યો, સંગીતકાર અને સુપ્રસિદ્ધ ગીતકાર પણ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભગવાન રામ અને તેમના જીવન, તેમનામાં રહેલા ગુણો સૌકોઈ જાણે અને પોતાના જીવનમાં ઉતારે તે માટેનો છે. ફાઉન્ડેશનના પ્રકાશ ધોરીયાણી દ્વારા જાહેર જનતાને એવી અપીલ કરવામાં આવે છે કે કાર્યક્રમને પ્રત્યક્ષ નિહાળવાનો આનંદ કઈક અલગ હશે અને એટલે કાર્યક્રમ નિહાળવા માટે કોઈ ટિકિટ કે ચાર્જ રાખવામાં આવ્યો નથી, પ્રવેશ નિઃશુલ્ક છે અને જનતાને સહ પરિવાર ઉપસ્થિત રહેવા સ્નેહભર્યું આમંત્રણ છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ‘અનસંગ એવરીડે હીરોસ એવોર્ડ્સ’ની જાહેરાત, જમીન સ્તરે નિઃસ્વાર્થ સેવા આપનારાઓનું સન્માન

સંસ્કારધન એ શ્રેષ્ઠ કક્ષાનું ધન છે. સંસ્કારોની હોળી થશે તો જીવન ઉદ્યાનને બદલે ઉકરડો બની જશે.;આચાર્ય શ્રી પદ્મદર્શનસૂરિજી મહારાજ

ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના ગુજરાત પ્રવાસ દરમિયાન હજારો લોકો ઉમટ્યા; વાસદમાં સ્વામિનારાયણ સંતો તથા ૫,૦૦૦થી વધુ ભક્તોને મળ્યા અને સૈંકડો યુવાનો સાથે સંવાદ કર્યો; સુરત અને અમદાવાદ માં તેમની ઉપસ્થિતિમાં યોજાયેલા “સોકિંગ ઇન બ્લિસ” કાર્યક્રમમાં ૧૨,૦૦૦થી વધુ લોકોએ હાજરી આપી

અનાવિલ યુવા મિત્ર મંડળ વલવાડા દ્વારા અનાવિલ દાતા પ્રદીપભાઈ મોહનભાઇ તેમજ રેખાબેન દેસાઈનું વિશેષ સન્માન કરાયું

ધરમપુરમાં ભક્તોને મળશે દાદા શરદભાઈ અને યુવા ભાગવતાચાર્ય આશિષભાઈ વ્યાસની સંયુક્ત ભાગવત કથા

ગુજરાતમાં થશે જ્ઞાન, ભક્તિ અને ધ્યાનનો મહાસંગમ : વૈશ્વિક આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી ગુજરાતના ત્રણ શહેરોના પ્રવાસે

error: Content is protected !!