પત્રકાર વેલફેર એસોસીએશન, વલસાડ દ્વારા મીડિયા એવોર્ડ સમારંભ નું આયોજન.

On: May 19, 2022 5:39 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

મીડિયાકર્મીઓને પ્રોત્સાહન મળે અને પોતાની ફિલ્ડમાં શ્રેષ્ઠ કામ  કરવા માટેની ભૂખ જાગે તે હેતુ થી પત્રકાર વેલફેર એસોસીએશન, વલસાડ દ્વારા મીડિયા એવોર્ડ સમારંભ નું આયોજન શ્રી મોરારજી દેસાઈ ઓડીટોરીયમ, એસ.ટી. ડેપોની સામે, વલસાડ ખાતે તા.૨૧.૫.૨૦૨૨ નાં રોજ સવારે ૧૧ વાગે રાખવામાં આવ્યું છે. 

. આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે કનુભાઈ દેસાઈ કેબીનેટ મંત્રી, ભરતભાઈ પટેલ ધારાસભ્ય, વલસાડ શ્રીમતિ કિન્નરીબેન પટેલ પ્રમુખ નગર સેવાસદન, વલસાડ, નરેશભાઈ પટેલ કેબીનેટ મંત્રી, અતિથિ  ડૉ. કે.સી. પટેલ સાંસદ, વલસાડ, હેમંતભાઈ કંસારા પ્રમુખ જિલ્લા ભાજપ સંગઠન,વલસાડ,ગૌરવભાઈ પંડયા,સોનલબેન સોલંકી,પ્રમુખ હર્ષદ આહિર,પ્રોજેકટ ચેરમેન અપૂર્વ પારેખ સેક્રેટરી મુકેશ દેસાઈ હાજર રહશે.

આ કાર્યક્રમમાં સેવાની ધૂણી ધપાવનારા વલસાડ જિલ્લાના વિશિષ્ટ વ્યક્તિઓનું પણ સન્માન કરવામાં આવશે. તેમજ વલસાડથી આગળ જઈ પત્રકારત્વ ક્ષેત્રે નામના મેળવનાર વલસાડના પત્રકારોનું પણ સન્માન કરાશે.આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાના તમામ પત્રકારોને ઉપસ્થિત રહેવા એસોસિએશન દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!