વન વિભાગ દ્વારા વર્ગ 3ની 2માં બઢતી સાથે કર્મચારીની વિવિધ રેન્જ માં બદલીના ઓર્ડર થયા છે ત્યારે નાનાપોઢા રેન્જ માં આવી ને લાકડા ચોરોને તેમજ જંગલ ની જમીનમાં થી માટી ચોરી કરનારને નાની યાદ કરાવી દેનાર બાહોશ અધિકારી અભિજીત સિંહ રાઠોડ બદલી વાપી રેન્જ માં થોડા સમય પૂર્વે કરવામાં આવી હતી.પણ તાજેતર માં થયેલ વર્ગ 2 અને વર્ગ ત્રણ ના અધિકારીઓ ની બઢતી સાથે બદલીના ઓર્ડર થતા તેમની ઉત્તમ કામગીરીની ઉચ્ચકક્ષા એ નોંધ લેવાઈ છે જેને પગલે અભિજીત સિંહ રાઠોડ ને ફરી નાનાપોઢા રેન્જમાં વાપી થી બદલી આપવામાં આવી છે જેને પગલે લાકડા ચોરમાં ફફડાટ ફેલાયો છે

જંગલ ખાતામાં એક માત્ર અધિકારી છે કે જેમણે પોતાના જીવની બાજી લાગવી રાત્રી દરમ્યાન પેટ્રોલિંગ કરીને લાકડા ચોરોના દાંત ખાટા કરી દીધા હતા હાલ ફરી તેઓની નાનાપોઢા ખાતે બદલી કરવામાં આવતા લાકડા ચોરી કરનારા ઓ ના નેટવર્ક માં ભંગાણ પડે તો નવાઈ નહિ .





