Covid19: બે વર્ષ પહેલા આજે શું થયું હતું ? જુઓ તસ્વીરોમાં…

On: March 24, 2022 8:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,તા.24 માર્ચ 2022,ગુરૂવાર

ફેબ્રુઆરી 2020માં દેશમાં પ્રથમ કોરોના વાયરસનો કેસ દેખાયો અને પછી ધીમે ધીમે તેની સંખ્યા વધતી ગઈ. શ્વસનતંત્ર ઉપર સીધો હુમલો કરી જીવલેણ બની શકે તેવા આ નવા જ પ્રકારના વાયરસની દેશ અને દુનિયા પાસે કોઈ દવા ન હતી. ઈલાજ માટે પુરતી જાણકારી હતી નહિ. એક વ્યક્તિ બીજી વ્યક્તિથી દૂર રહે, ભીડ થાય નહિ અને ખુલ્લામાં હરવા ફરવાનું બંધ થાય એ ફર્સ્ટલાઈન ઓફ ડીફેન્સ હતું. આ સ્થિતિમાં આ મહામારીથી લોકોનું જીવન બચાવવા જાન હૈ તો જહાં હૈ, એવા ઉદ્દેશ સાથે તા.24 માર્ચ 2020ના મધરાતથી દેશમાં લોકડાઉનનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં જાહેર કર્યો હતો.

તબક્કાવાર અમલમાં આવેલા આ 67 દિવસ લાંબા લોકડાઉનથી દેશ થંભી ગયો હતો. આર્થિક પ્રવૃતિઓ, શાળા, વ્યાપાર અને રોજગાર બધું અટકી ગયું હતું. આની સાથે હરવું, ફરવું, પ્રવાસ, હોટેલમાં રહેવું અને રેસ્ટોરન્ટમાં જમવું બંધ થઇ ગયું હતું. આ કરુણ અને આહત આપનારી યાદની કેટલીક તસ્વીરો અહીં પ્રસ્તુત છે.

સૌથી કરૂણ ઘટના એ હતી કે વ્યાપાર અને ઉદ્યોગો બંધ થઇ જતા, પેટીયું રળવા આવેલા મજુરવર્ગે વતન તરફ પલાયન કર્યું હતું. કોઈ પાસે વાહન હતું નહી, માત્ર એક જ ઉદ્દેશ હતો કે ધરતીનો છેડો ઘર પહોંચી જવું.. આહિજરતની કરૂણ તસ્વીરો અહી પણ અહી પ્રસ્તુત છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!