[ad_1]

વડોદરા,તા.24 માર્ચ 2022,ગુરૂવાર
વડોદરા નજીક આવેલા કરોડિયા સહિત આસપાસની સોસાયટીઓમાં કોર્પોરેશનના વેરાબિલ ભરપાઈ અંગે સ્થાનિકોએ ફરી એક વખત વાંધો ઉઠાવી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.
સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર થકી રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકાર દ્વારા નાગરિકોની સુવિધા વધારવાના ઉદ્દેશથી અમારા વિસ્તારનો વડોદરાની હદમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ હકીકત વિપરીત છે. વડોદરાની હદમાં સમાવેશ થયા બાદ લાંબો સમય વિત્યો છતાં હજુ પણ ગ્રામ પંચાયતની સુવિધા કાર્યરત છે. કોર્પોરેશન તરફથી હજુ કોઈ સુવિધા પ્રાપ્ત થઇ નથી. કોર્પોરેશને તેમના નિયમ મુજબ આકારણી બાદ વેરાની વસૂલાત માટે બિલ ફટકાર્યા છે. અને 31 માર્ચ સુધી ભરપાઈ કરવાની મૂદત આપી છે. અગાઉ પણ આ અંગે રજૂઆત કરી છે. ફરી એક વખત અમારી માંગ છે કે, મ્યુનિસિપલ કમિશનર રૂબરૂ મુલાકાત આપી સમસ્યાનો નિકાલ કરે.
[ad_2]
Source link






