Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

ટ્રકમાંથી દારૂ પકડનાર કોંગ્રેસના મહિલા ધારાસભ્ય સામે પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

On: March 20, 2022 12:33 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– ધારાસભ્યોની જનતા રેડ બાદ પોલીસે 174 સ્થળો પર રેડ પાડી 

બનાસકાંઠા, તા. 20 માર્ચ 2022, રવિવાર 

રાજસ્થાનની નજીક આવેલા ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શનિવારે રાત્રે ‘જનતા રેડ’ દરમિયાન એક ટ્રકમાંથી દારૂનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારબાદ તેમણે કહ્યું કે, પોલીસની નજર સામેથી જ આ પ્રકારે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ લાવવામાં આવે છે.

ધરાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા કરવામાં આવેલી આ જનતા રેડમાં ટ્રક ડ્રાઈવર સહીત અન્ય એકની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પિટાઈ કરવામાં આવી હતી. થોડીવાર બંનેને બેસાડી રાખવામાં આવ્યા હતા. હવે ધારાસભ્યના જનતા રેડને લઈને પોલીસમાં તેમની સામે અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે.

બીજી તરફ પોતાની સામે અપહરણનો કેસ નોંધાયા બાદ મહિલા ધારાસભ્ય એક્શનમાં આવી ગયા છે અને કહ્યું કે, તે આખો મામલો વિધાનસભામાં ઉઠાવશે. ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે, દારૂની હેરાફેરી કરનારાઓ સામેનું આ યુદ્ધ ખૂબ મજબૂત હશે, તેઓ અટકશે નહીં. તો બીજી તરફ બનાસકાંઠાના જ કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહનું કહેવું છે કે, જનતા રેડના કેસમાં ન્યાયિક તપાસ થવી જોઈએ. 

આ મામલે કોંગ્રેસના ધારાસભ્ય અને વહીવટીતંત્ર સામ-સામે

આ પૂરા મામલામાં હવે વહીવટીતંત્ર અને કોંગ્રેસના ધારાસભ્ય સામ-સામે આવી ગયા છે. હકીકતમાં દારૂનો ગેરકાયદે ધંધો કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાને બદલે આ રીતે ધારાસભ્ય સામે ગુનો નોંધાતા હવે કોંગ્રેસ આ પૂરા મામલે આંદોલનના મૂડમાં છે. ધારાસભ્યોની જનતા રેડ બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ છે અને 174 સ્થળો પર પોલીસે રેડ પાડી હતી. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!