ભાવનગર અને બોટાદ જિલ્લામાં જુગટૂં ખેલતા 48 ખેલી ઝડપાયા

On: March 19, 2022 9:16 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– હોળી-ધુળેટી પર્વએ જુગારની હારજીતની બાજી મંડાઈ

– શહેર સહીત ઘોઘા, મહુવા, સિહોર, પાલીતાણા, વલ્લભીપુર, વરતેજ તેમજ બોટાદના રાણપુર પંથકમાં પોલીસના દરોડા

ભાવનગર : ભાવનગર શહેર સહીત ઘોઘા, મહુવા, સિહોર, પાલીતાણા, વરતેજ, અલંગ તેમજ બોટાદ જિલ્લાના રાણપુર પંથકમાં હોળી ધુળેટી પર્વે જુગારની હારજીતની બાજી માંડી બેેસેલા ૪૮ જુગારીને પોલીસે જુદા જુદા દરોડા પાડી ઝડપી પાડયા હતા.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર શહેર-જિલ્લાના જુદા જુદા સ્થળોએ હોળી-ધૂળેટી ત્યોહાર અનુલક્ષીને જુગારની બાજીઓ મંડાઇ હતી. જેના પગલે પોલીસે દરોડા પાડયા હતા. પિરછલ્લા શેરીમાં હારજીતના જુગારની બાજી માંડી બેસેલા નાનજી લાલજીભાઇ રાઠોડ, મેહુલ રાજુભાઇ રાઠોડ, નિલેષ હર્ષદભાઇ ડોડીયા, ગોપાલ ધીરૂભાઇ પરમારને જ્યારે બગદાણા તાબેના માતલપર ગામેથી હેમુ માનભાઇ ગોહિલ, જોરૂ મેરાભાઇ ગોહિલ, બાબુ જોધાભાઇ ગોહિલ ભાલીયા, રણુ ભુપતભાઇ ચાવડાને તેમજ વરતેજ તાબેના ભડી ગામેથી અશોક રાણાભાઇ મકવાણા, અજય ગગજીભાઇ મકવાણા, અલ્પેશ ઝવેરભાઇ ખસીયા, રવિ રાજુભાઇ મકવાણા, સુરેશ વશરામભાઇ મકવાણા, વિક્રમ ઝવેરભાઇ ભાલીયાને તેમજ વલભીપુરના હળીયાદ ગામેથી ઘનશ્યામ મનજીભાઇ વણોદીયા, પિન્ટુ કાન્તીભાઇ વણોટીયા, સહદેવસિંહ નટુભા ગોહિલને પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા.

જ્યારે તળાજાના બાખલકા ગામે વાડીવિસ્તારમાંથી જયમલ ગોરધનભાઇ રાઠોડ, મુન્ના મોતીભાઇ મકવાણા, રાજુ લવજીભાઇ સોલંકી, મનુ સળથાભાઇ મકવાણા, પંકજ ભુપતભાઇ ચૌહાણને તેમજ સિહોરના કેશવનગરમાંથી અશોક નાનજીભાઇ ઓગાણીયા, સુરેશ સામતભાઇ પરમાર, અશોક મનજીભાઇ સોલંકીને તેમજ સિહોરના રાજીવનગરમાંથી પ્રવિણ નટુભાઇ ચૌહાણ, દિનેશ કરશનભાઇ સોલંકીને જ્યારે મથાવડા ગામેથી દિલીપ ઇશ્વરભાઇ કંટારીયા, સુરેસ પ્રેમજીભાઇ દિહોરા, લાલજી રૂપાભાઇ બારૈયા, પંકજ શીવાભાઇ ડોણાશીયાને જ્યારે ઘોઘાના કુડા ગામે પોલીસે દરોડો પાડી અશોક લવજીભાઇ ડાભી, શિવા બાઘાભાઇ ગોહિલ, અશોક બાઘાભાઇ ગોહિલ, જીવરાજ પોલાભાઇ ગોહિલને ઝડપી લીધા હતા. જ્યારે રેડ દરમિયાન મુકેશ, શ્રવણ ચિથરભાઇ મોઘકીયા, પોપટ નાથાભાઇ ગોહિલ, બકુલ ધમાભાઇ ગોહિલ, મનસુખ ભુપતભાઇ ગોહિલ, કાનજી રૂડાભાઇ કામ્બડ, દુદા છગનભાઇ શિયાળ નાસી છુટવામાં સફળ રહ્યા હતા.

રાણપુર તાલુકાના ખસ ગામે પોલીસે બાતમી આધારે દરોડો પાડી જુગટુ ખેલતા અજીત બટુકભાઇ મારૂ, કના ડાયાભાઇ વાળા, જગદીશ મોતીભાઇ પરમાર, અજીત રમેશભાઇ ચારોલા, અસોક બાબુભાઇ ડાભી, ભુપત બોઘાભાઇ મકવાણા, મનુભાઇ ગેલાભાઇ પરમાર, હરેશ રૂપાભાઇ પરમારને જ્યારે અલમપર ગામેથી દલસુખ ઓધાભાઇ મેણીયા, વલ્લભ ગીધાભાઇ જમોડ, હારૂન સત્તારભાઇ ભટ્ટી, ભુપત બચુભાઇ રાઠોડ, મહેશ અરજણભાઇ રાઠોડને રંગેહાથ રોકડ જુગાર સાહિત્ય સાથે પોલીસે ઝડપી લઇ જુદા જુદા જુગાર ધારા તળે ગુના દાખલ કર્યા હતા.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!