અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઈન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી સાત દિવસીય વર્કશોપ પૂર્ણ

On: March 19, 2022 2:54 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– અત્યંત જટીલ પ્રકારની “બ્લેડર એસ્ટ્રોફી સર્જરી” વર્કશોપ અંતર્ગત એક અઠવાડિયામાં 22 બાળકોની સર્જરી કરવામાં આવી: એક સર્જરી 8થી 10 કલાક ચાલે છે

– ખાનગી હોસ્પિટલમાં 10થી 12 લાખના ખર્ચે થતી સર્જરી છેલ્લા 14 વર્ષના સેવાયજ્ઞમાં 150 જેટલા બાળકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી

અમદાવાદ, તા. 19 માર્ચ 2022, શનિવાર 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ અને અમેરિકાના બાળરોગ અને પેડિયાટ્રીક યુરોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસે છેલ્લા ૧૪ વર્ષથી “બ્લેડર એસ્ટ્રોફી” વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. 

કોરોનાકાળમાં 2 વર્ષથી સ્થગિત રહેલા આ વર્કશોપ પુન:કાર્યરત થયો છે. સાતદિવસીય ઉક્ત વર્કશોપમાં 22 જેટલા બાળકોની બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે. 

જન્મજાત પેશાબની કોથળીમાં ખામી ધરાવતા બાળકોને બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની બિમારી થાય છે. જેમાં પેશાબની કોથળીનું બહારની બાજુએ વિકાસ થયેલ હોય છે. આ પ્રકારની સર્જરી તબીબી જગતમાં અત્યંક જટીલ માનવામાં આવે છે. આ સર્જરી માં થાપાના હાડકાને તોડ્યા પછી પેશાબની થેલી અંદર મૂકવામાં આવે છે. જેમાં બાળરોગ સર્જરી, પેડિયાટ્રીક યુરોલોજી અને હાડકાના વિભાગના સહિયારા પ્રયાસથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. એક બાળકની સર્જરી 8થી 10 કલાક ચાલતી હોય છે. 

અમેરીકાની ચિલ્ડ્રન હોસ્પિટલ અફીલા – ડેલ્ફીયાથી આવેલ ડૉ. અશીમ શુક્લ, ડૉ. પ્રમોદ રેડ્ડી, ડૉ. અંજના કોરૂ અને બે ફેલો સહિતની ટીમ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી, ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમ, હાડકાના નિષ્ણાંત ડોક્ટર પિયુષ મિત્તલ અને ડૉ. વિનોદ ગૌતમના સહિયારા પ્રયાસથી છેલ્લા 14 વર્ષથી આ પ્રકારનું વર્કશોપ યોજવામાં આવે છે. અત્યારસુધીમાં આ વર્કશોપ અંતર્ગત 150થી વધુ બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરીને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં આવ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!