[ad_1]

– ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ મેળવી ભારતમાં પોતાના નામનું ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ બનાવડાવ્યા
અમદાવાદ, તા. 19 માર્ચ 2022, શનિવાર
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી ગત તા. 18 માર્ચ 2022ના રોજ એક બાંગ્લાદેશી નાગરિક બનાવટી પાસપોર્ટ સાથે ઝડપાયો હતો. મૂળે બાંગ્લાદેશના આ આરોપીએ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કર્યો હતો અને 25 જાન્યુઆરી 2019ના રોજ કોલકાતા ખાતેથી પોતાના નામનું ચૂંટણી કાર્ડ કઢાવ્યું હતું.
ત્યાર બાદ પોતાની રાષ્ટ્રીયતા છુપાવીને કોલકાતા પાસપોર્ટ કચેરી ખાતેથી તા. 10 સપ્ટેમ્બર 2020ના રોજ પોતાના નામે બનાવટી ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો હતો. તે પાસપોર્ટના આધારે તેણે કુવૈત માટે વિઝા કઢાવ્યા હતા અને ગત તા. 18 માર્ચ 2022ના રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે કુવૈત જવા માટે ઈમિગ્રેશન ચેકિંગ દરમિયાન ઝડપાઈ ગયો હતો.
[ad_2]
Source link






