[ad_1]

વડોદરા, તા. 19
વડોદરાના કમાટી બાગ વિસ્તારમાં હોળીના દિવસે એક યુવતીના અપહરણ ના કોલ ને પગલે પોલીસ દોડતી થઇ હતી.
હોળીના દિવસે રાત્રે 10:40 વાગે જય બારોટ નામના યુવકે પોલીસ કંટ્રોલરૂમને ફોન કરી કહ્યું હતું કે, કમાટી બાગ ના ગેટ નંબર-૨ પાસે હું મારી ગર્લફ્રેન્ડ સાથે ઉભો હતો તે દરમિયાન કોઈ મારી ગર્લફ્રેન્ડને ઉઠાવી ગયું છે… તો તાત્કાલિક પોલીસ મોકલશો.
કંટ્રોલ રૂમે સયાજીગંજ પોલીસને જાણ કરતા હોળી-ધૂળેટીના બંદોબસ્તમાં રોકાયેલી પોલીસ કમાટી બાગ દોડી ગઈ હતી અને જય બારોટ ને મળી હતી. જે દરમિયાન યુવકે જણાવ્યું હતું કે, હું અને મારી ફ્રેન્ડ ઉભા હતા તે દરમિયાન મારે ફોન પર વાત ચાલતી હતી ત્યારે મારી ગર્લફ્રેન્ડ ગુમ થઈ હતી. જેથી તેને કોઈ ઉઠાવી ગયું છે.
પોલીસને યુવકની વાત પર શંકા પડી હતી અને ગર્લફ્રેન્ડ નો સંપર્ક કરતા તેણે મોડું થતું હોવાથી ચાલી ગઈ હતી તેમ જણાવ્યું હતું. પોલીસે યુવકની વધુ પૂછપરછ કરતાં તેણે ગર્લફ્રેન્ડનો ફોન બંધ આવતો હોવાથી આવી વર્ધી લખાવ્યુ હોવાનું કબૂલ્યું હતું. જેથી પોલીસે યુવક સામે ખોટી વર્ધી લખાવવા બદલ ગુનો નોધી કાર્યવાહી કરી હતી.
[ad_2]
Source link






