ઉત્સવમાં આસ્થાનો રંગ: દ્વારકામાં ફૂલડોલ ઉત્સવે કૃષ્ણભકિતના રંગે રંગાયા ભક્તો

On: March 19, 2022 9:31 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

તા.19 માર્ચ,શનિવાર 

કૃષ્ણની કર્મભુંમી દ્વારકામાં દ્વારકા જગતમંદિરે ફુલડોલ ઉત્સવે જગતમંદિર જાણે
રંગોથી રંગાઇ ગયુ હતું જય રણછોડના જય ધોષ વચ્ચે ઉત્સાહ ઉમંગ સાથે ફુલડોલ ઉત્સવ
ઉજવાયો હતો. જગતમંદિરમાં માનવ મહેરામણ ઉમટી પડતા હૈયેહૈયુ દળાય તેટલી ભીડ ઉમટી
હતી.


મંદિર સંકુલમાં અબિલ ગુલાલની છોળો ઉડી હતી. ઠાકોરજી સંગ રંગે રમી ભાવિકો
ભાવવિભોર બન્યા હતા.  કૂષ્ણની કર્મભુમિ
દ્વારકામાં વ્રજભુમીની હોળી જેવો જ માહોલ સર્જાયો હતો.


દ્વારકાધીશ જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ નિમીતે વર્ષમાં માત્ર એકવાર બપોરનાં સમયે
મંદિર ખુલ્લું રહે છે. ફુલડોલ ઉત્સવ નિમીતે હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં બપોરે ૧:૩૦
વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર બાદ ઠાકોરજીની ઢોલ નગારા શરણાઇના સુરો વચ્ચે વિશિષ્ટ
વાજિંત્રોની સુરાવલિઓના સંગાથે મહાઆરતી યોજવામાં આવી હતી.

મહાઆરતી પછી કાળિયા
ઠાકોર સંગ ચાંદીની પિચકારીમાં કેસુડાના કેસરી રંગના પાણીએથી ફુલડોલ ઉત્સવ મનાવાનો
ભાવ છે, જે વ્યક્ત કર્યા બાદ શ્રીજીના હાથલલાટે રંગ લગાવી તે અબિલ ગુલાલની પોટલીઓથી
ભાવિકોમાં પ્રસાદી સમાન અબીલ ગુલાલની છોળો ઉડાડવામાં આવી હતી.

મંદિર પરીસરમાં ઉપસકથિત
ભાવિકો દ્વારા જય દ્વારકાધીશ
, જય રણછોડના, જયધોષ સાથે નાચી ઉઠ્યાં હતા. જે બાદ રાસ ગરબાની રમઝટ સાથી ડોઢ થી સાડાત્રણ સુધી ફુલડોલ ઉત્સવ
ધામધુમથી ઉજવાયો હતો. પરિસરમાં અબિલ ગુલાલની છોળો ઉઠતા ભાવિકો મોજથી રંગાયા હતા.
અને ઠાકોરજી સંગ રંગ રમવાનો આનંદ ઉઠાવ્યો હતો.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!