ખેડબ્રહ્મા તાલુકામાં ગત વર્ષની તુલનાએ બટેટાનું ઉત્પાદન ઘટયું

On: March 3, 2022 5:32 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

ખેડબ્રહ્મા,
તા. 2

ખેડબ્રહ્મા તાલુકામાં ચાલુ વર્ષે શિયાળુ ઋતુમાં બટાકા પાકનું
૯૩૮ હેક્ટરમાં વાવેતર થયેલું હતું. જેમાં ખેડૂતો દ્વારા મોટા ભાગે ખાનગી કંપનીઓ મારફત
પૂરુ પાડવામં આવેલ વિવિધ જાતોનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ખેડબ્રહ્મા તાલુકામાં ચાલુ વર્ષે બટાકા પાકની વહેલી વાવણી ઓક્ટોબર
મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેમજ નવેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં કરેલું નવેમ્બર
મહિનામાં તા. ૧૭ અને ૧૮ના રોજ પડેલ વરસાદના કારણે ઉત્પાદનમાં અસર જોવા મળી છે. આગોતરા
વાવેતર કરેલા બટાકાનું એક એકરમાં એવરેજ ૫૦૦થી ૬૦૦ મણ થયું છે જે આગળના વર્ષની સરખામણીમાં
ઘણું ઓછું છે. જે બટાકા ડિસેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયામાં વાવેતર કરેલું હતું જો
વાતાવરણમાં બહુ ગરમી વધશે નહીં તો એ સમયે વાવેતર કરેલ બટાકામાં સારું ઉત્પાદન આવવાની
ખેડૂતોની આશા છે. તેમજ અગાઉના ઓછા ઉત્પાદનને કારણે એલ. આર. જાતના ભાવ પણ સારા મળી શકે
છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!