Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

નાનાચેખલાના છાત્ર સાથે 20 ગુજરાતી છાત્રોની વતન વાપસીની તૈયારી શરૂ

On: March 3, 2022 3:05 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

હિંમતનગર,
તા.2

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં મેડીકલ અભ્યાસ માટે ગયેલા છાત્રો પોલેન્ડની
સરહદે ફસાયા બાદ હવે સ્થિતિ હળવી થઈ છે જેમાં તલોદ તાલુકાના નાનાચેખલા ગામના મેડીકલ
છાત્ર સહિત અન્ય ર૦ ગુજરાતી છાત્રોએ બોર્ડર પાસ કરી પોલેન્ડની હોટલમાં રોકાણ કર્યું
છે. ગમે તે ઘડીએ હવે ઓપરેશન ગંગા દ્વારા આ તમામ છાત્રોને વતનમાં સુરક્ષિત લાવવાની તૈયારી
થતાં ફસાયેલા છાત્રોના પરિવારોમાં આનંદ છવાયો છે. 

સાબરકાંઠા,
અરવલ્લી જિલ્લાના છાત્રો યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી નિકળવામાં સફળ રહ્યા પરંતુ રોમાનિયા
અને પોલેન્ડની બોર્ડરે ફસાયા હતા. બોર્ડર પર ફસાયેલા છાત્રો સાથેનો સંપર્ક પણ તૂટી
ગયો હતો જેના કારણે પરિવારજનો સરકાર પાસે જેમ બને તેમ ઝડપથી છાત્રોને વતનમાં લાવવા
માટે માંગ કરી રહ્યા હતા. દિવસે દિવસે યુદ્ધ વધુ ભયાનક બન્યું હતું અને પોલેન્ડ બોર્ડર
બંધ હોવાથી છાત્રો સુરક્ષિત છતાં અસલામતી અનુભવી રહ્યા હતા. તલોદ તાલુકાના નાનાચેખલા
ગામનો મેડીકલ છાત્ર ભાવિન પટેલ અને અન્ય ર૦ ગુજરાતી છાત્રો પોલેન્ડમાં પ્રવેશતાં રાહત
અનુભવી છે.

હવે હોટલમાં એમ્બેસી દ્વારા રોકાવાની સગવડ કરાયા પછી ક્રમ તમામ
છાત્રોને ખાસ ફ્લાઈટ દ્વારા વતનમાં લાવવાની તૈયારીઓ થઈ છે. હોટલમાં રોકાયેલા નાનાચેખલાના
છાત્રએ સંપર્ક કપાયા પછી ફરીથી હોટલથી પરિવારજનોનો સંપર્ક કરી હવે તમામ છાત્રોનું એમ્બેસી
દ્વારા રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હોવાથી ગમે તે ઘડીએ વતન આવી પહોંચશું તેવો સમાચાર
આપતાં પરિવારજનોમાં આનંદનું મોજુ ફરી વળ્યું છે.

બોર્ડર પર ધક્કામુક્કીમાં અનેક છાત્રોના દસ્તાવેજ ગુમ

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાંથી વતન વાપસી માટે મરણિયા પ્રયાસ કરતા
ગુજરાત અને દેશના છાત્રો પોલેન્ડ બોર્ડર ઉપર પહોંચ્યા પછી ત્યાં થયેલા ધક્કામૂક્કીમાં
અનેક છાત્રોના અગત્યના દસ્તાવેજો ગુમ થતાં મુશ્કેલી વધ્યાનું જાણવા મળ્યું છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!