સચિન જીઆઇડીસીની કંપનીના કર્મચારીનું કારસ્તાન

On: February 27, 2022 9:24 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– મહિલાને લગ્નની લાલચ આપી શરીરસંબંધ બાંધ્યા બાદ તરછોડી દીધી

– નોકરીમાંથી પણ કઢાવી મુકીઃ લગ્નની વાત કરતા જ ઉશકેરાયને કહ્યું આપણા કોઇ સંબંધ નથી, તું દુર થઇ જા એમ કહી નંબર બ્લોક કરી દીધો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, રવિવાર

શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી મહારાષ્ટ્રીયન મહિલાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અનેક વખત શરીરસંબંધ બાંધ્યા બાદ તરછોડી દેવા ઉપરાંત નોકરીમાંથી પણ કઢાવી મુકનાર સહકર્મી વિરૂધ્ધ ગોડોદરા પોલીસમાં દુષ્કર્મની ફરીયાદ નોંધાય છે.

શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી સીમા (ઉ.વ.32 નામ બદલ્યું છે) સચિન જીઆઇડીસી વિસ્તારની મેડીકલ ઇક્વીપમેન્ટ બનાવતી કંપનીમાં નોકરી કરે છે. વર્ષ 2007 માં સીમાના લગ્ન થયા હતા પરંતુ ઘરેલું કંકાશને કારણે ત્રણ મહિનામાં જ છુટાછેડા થઇ ગયા હતા. હાલમાં એકલી રહેતી સીમાનો પરિચય પોતાની સાથે કંપનીમાં નોકરી કરતા હિમાલય ચંદ્રાકાંત પરમાર (ઉ.વ. 31 રહે. 425, મધુવન સોસાયટી, કરાડવા તળાવ, ડિંડોલી) સાથે થયો હતો. દરમિયાનમાં હિમાલયે વ્હોટ્સએપ પર મેસેજ કરી સીમાને કહ્યું હતું કે તું મને બહુ ગમે છે, તારો સ્વભાવ બહુ સારો છે અને હું તારી સાથે લગ્ન કરવા માંગું છે. જેથી સીમાએ પોતાના છુટાછેડા થયા હોવાની હક્કીતથી હિમાલયને વાકેફ કર્યો હતો. હિમાલયે સીમાનો ભૂતકાળ ભુલી જા એમ કહી છેલ્લા એકાદ વર્ષથી સીમાના ઘરે આવતો હતો. તે દરમિયાન હિમાલયે સીમાના માથામાં સિંદુર પૂરી અને મંગળસૂત્ર પહેરાવી પત્ની તરીકેનો સ્વીકાર કર્યો હતો. ત્યાર બાદ હિમાલય નિયમીત પણે સીમાના ઘરે આવતો હતો અને વચ્ચે અનેક વખત શરીરસંબંધ બંધાયો હતો. દરમિયાનમાં સીમાએ લગ્ન કરવાનું કહેતા હિમાલયે આપણા કોઇ પ્રકારના સંબંધો નથી, તું મારાથી દુર થઇ જા, તારે અને મારે કોઇ જાતની લેવડ-દેવડ કે સંબંધ નથી એમ કહી સીમાનો મોબાઇલ નંબર બ્લોક કરી દીધો હતો. ઉપરાંત સીમાને નોકરીમાંથી કાઢી મુકાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!