Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

સુરતના યંગસ્ટર્સમાં શિવરાત્રીની ઉજવણી-ઉપવાસનો ક્રેઝ વધ્યો

On: February 27, 2022 9:46 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– યંગસ્ટર્સ અને ખાણી પીણીની શોખીન માટે ફરાળી વાનગીઓ બની રહી છે સુરતી ટેસ્ટમાં

– ફરાળી, ચેવડો અને ખીચડી સાથે હવે ફરાળી ઉંધીયું, ફરાળી પાત્રા, રતાળુ કંદ અને ફરાળી મુઠીયા ઉપરાંત ચટણી પણ ફરાળી

પ્રતિનિધિ દ્વારા, સુરત, રવિવાર

શ્રાવણ માસ હોય કે શિવરાત્રી જેવા મોટા તહેવારો આ દિવસોમા ઉપવાસ રાખતા યંગસ્ટર્સનું પ્રમાણ વધી રહ્યું છે. યંગસ્ટર્સ ઉપવાસ કરે છે પરંતુ વડીલો જેવા ઉપવાસ નહીં ચટાકેદાર ખાઈને ઉપવાસ કરે છે. જેના કારણે સુરતના ખાણી પીણીના બજારમાં મોટા તહેવારના ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓના રસથાળનું ચલણ વધી રહ્યું છે. આગામી દિવસોમાં શિવરાત્રીનો તહેવાર આવતો કેટલીક ફરસાણની દુકાનોમાં તો ફરાળી થાળી પણ પીરસવામાં આવી રહી છે. 

પહેલાના સમયમાં લોકો ઉપવાસ કરતાં ત્યારે નકરોડા  કે એક ટાઈમ ખાઈને ઉપવાસ કરતાં અને તેમાં માત્ર પાણી જ પીતા હતા. પરંતુ હાલના ફાસ્ટ યુગમા આવા ઉપવાસનું પ્રમાણ ઘટ્યું છે. હજી પણ કેટલાક જુના લોકો આવા ઉપવાસ કરે છે. જોકે, છેલ્લા કેટલાક વખતથી યંગસ્ટર્સમાં ધાર્મિકતાનું પ્રમાણ વધવા સાથે તેઓ પણ શ્રાવણ માસ સાથે હિન્દુઓના મોટા તહેવારના ઉપવાસ કરી રહ્યાં છે. પરંતુ આ ઉપવાસમાં તેઓ જીભના ચટાકાને દુર રાખી શકતા નથી. જેના કારણે સુરતના ફરાળી વાનગીનું વેચાણ કરતા વેપારીઓને તડાકો થઈ રહ્યો છે. ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે વેપારીઓ નવી નવી ફરાળી વાનગીઓનું વેચાણ કરતા થઈ ગયાં છે. 

સુરતના ચૌટા બજારમાં ફરસાણની દુકાન ધરાવતા રિધ્ધિશ ઠાકર કહે છે, પહેલાં ફરાળી વાનગી ઘણી જ ઓછી બનતી હતી પરંતુ ગ્રાહકોની ડિમાન્ડના કારણે હાલમાં અમે ફરાળી ઉંધીયું બનાવ્યું છે. તેની સાથે સાથે ફરાળી ચાટ ( રતાળુ, બટાકા અને સક્કરીય)ની પણ બનાવીએ છીએ.

આ ઉપરાંત ફરાળી પાત્રા, રતાળુ કટલેસ, રથાળુની વેફર અને ફરાળી મુઠીયા પણ બનાવીએ છીએ. આ સાથે રૃટીન ફરાળી પેટીસ અને ચેવડો તો ખરા જ પરંતુ તેનું ચલણ ઓછું થઈ રહ્યું છે.

વરાછા વિસ્તારમાં ફરસાણની દુકાન ચલાવતા દેવાંગ પટેલ કહે છે, યંગસ્ટર્સમાં ઉપવાસનું પ્રમાણ વધ્યું છે પરંતુ તેઓ ફાસ્ટ ફુડથી ટેવાયેલા હોય આ દિવસોમાં પણ આવા ટેસ્ટની વાનગી મળે તેવું ઈચ્છે છે તેના કારણે અમે ફરાળી વાનગી માં અનેક નવી વેરાઈટી બનાવી છે. અમારે ત્યાં ફરાળી વાનગી માં દહીં પેટીસ, આલુ સીંગ ટીક્કી, કાજુ વડા, કાજુ કટલેસ  જેવી નવી વસ્તુઓ બનાવવામાં આવે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!