Breaking News
વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ. કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

કિવમાં ફાયરિંગ અને બોંબ ધડાકા વચ્ચે 6 ગુજરાતી યુવકો પોલેન્ડ બોર્ડર ચાલતા ચાલતા નિકળ્યાં

On: February 25, 2022 9:02 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

કિવમાં કટોકટીભરી સ્થિતિ : હોટલો ઉપર રશિયન આર્મીનો કબજો  ચારે તરફ બોમ્બ ધડાકાના અવાજો સંભળાય છે : રીચર્ડ મેકવાન

ખેડા જિલ્લાના તાલુકા મથક સેવાલીયાના રીચર્ડ ફિલીપ્સ મેકવાન (મેપલ) છ મહિના પહેલાં જ વર્કપરમીટ ઉપર યુક્રેન ગયા હતા. તેઓ કિવથી પસાચ કિલોમીટર દૂર આવેલ સુલ્યવસ્કામાં નોકરી કરતા હતા.  ઇન્ડિયા આવવા માટે તેમને ૨પમી તારીખની પ્લેન ટીકીટ પણ મળી હતી. પરંતુ એ પહેલા જ કિવ એરપોર્ટ બોંબથી ઉડી ગયું તેથી રિચાર્ડ મેપલ આ લખાય છે ત્યારે રોડ મારફતે લ્વીવ જવા નીકળ્યા છે. એમની સાથે ગામડી ગામના ઓમ પટેલ, તથા આણંદના પણ અન્ય વિદ્યાર્થીઓ છે. તેઓ ટેલિફોનિક વાતચીતમાં જણાવે છે કે આખા રોડ ઉપર ટ્રાફિક જામ છે. કંન્ડીશન ખૂબ ક્રિટીકલ છે. અમે રહેતા હતા એ હોટલ ઉપર રશિયન આર્મીએ કબજો કરી લીધો છે. ગોળીબાર અને બોંબ ધડાકા વચ્ચે નાનકડી બેગમાં સામાન ભરીને અમે દોડયા છીએ. અમારે બેગ, કપડા, કરિયાણું, બ્લેન્કેટ બધું જ ફેંકી દેવું પડયું છે. અમારી પાસે માત્ર ખભે લટકાયેલી નાનકડી બેગ અને પાણી છે. બે ચાર જોડી કપડા અને પાસપોર્ટ છે. લ્વીવ પહોંચીને ત્યાંથી રપ કિલોમીટર દૂર આવેલી પોલેન્ડની બોર્ડર ઉપર અમારે ચાલતા જવાનું છે. પોલેન્ડ સરકારે બોર્ડરો ખોલી નાંખી છે. પણ અત્યારે અમે રસ્તામાં જઇ રહ્યા છીએ ત્યારે પણ ચારેબાજુ બોંબ ધડાકા અને ગોળીબારો થઇ રહ્યા છે. 

હમણાં જ એટલે કે સાંજના 5 વાગ્યાના સુમારે યુક્રેન રેેડિયો ઉપર જાહેરાત થઇ છે કે અમેરિકા અને નાટો સૈન્ય યુક્રેનની મદદે આવી પહોંચ્યું છે. 

તેથી કદાચ એ આર્મીવાળાઓ અમને હેમખેમ પોલેન્ડ પહોંચાડશે તેવી આશા જાગી છે. મારી સાથે ગામડીનો ઓમ પટેલ, તથા અન્ય પાંચ-છ ગુજરાતી યુવકો પણ નીકળ્યા છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કપરાડા કુંભઘાટ અકસ્માત : મૃતકોના વારસદારોને રૂ. ૨૮ લાખની સહાયનું પ્રમાણપત્ર વિતરણ

error: Content is protected !!