પાટણમાં 12 બાળકો સહિત ઉ.ગુજરાતમાં 238 કોરોના સંક્રમિત, બેનાં મોત

On: February 10, 2022 11:32 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

મહેસાણા,
પાલનપુર, પાટણ, તા.10

ઉત્તર ગુજરાતમાં હવે કોરોના ધીમે ધીમે મંદ પડી રહ્યો છે.
આજે ઉત્તર ગુજરાતના પાટણ
,
મહેસાણા  અને બનાસકાંઠામાં કોરોના
સક્રમિતનો આંકડો ૨૩૮ અંદર નોંધાયો છે. જેમાં ગતરોજ કરતાં ગુરુવારે ૪  કેસ ઓછા સામે આવ્યા છેે. પાટણ જિલ્લામાં કોરોના
સંક્રમિતોની સંખ્યા ૩૬ હતી. જેમાં ૧૬નો વધારો થતાં ૫૨ નોંધાયા છે. જેમાં ૪ થી ૧૫
વર્ષની વયના ૦૯  બાળકો તથા ૧૫ થી ૧૮ વર્ષની
વયના ૩ યુવકો  કોરોના પોઝિટિવ સામે આવ્યા  છેે. જ્યારે બનાસકાંઠામાં ૧૦ કેસ ઓછા નોંધાતા
૯૦ કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણા જિલ્લામાં આજે ૯૬ કેસ સામે આવ્યા છે. જેમાં
ગતરોજ કરતાં ૧૦ ઓછા નોંધાયા  છે. 

મહેસાણા જિલ્લામા નવમી 
ફેબુ્રઆરી  સુધીમાં ૪૪૩૮૪૩ શંકાસ્પદ
લોકોના સેમ્પલ લેવાયા છે. જેમાં ૪૪૩૭૦૫નો રીપોર્ટ નેગેટીવ આવેલ છે.બુધવારના
રોજ   રોજ ૩૧૫૨ સેમ્પલનુ પરિણામ આવેલ છેે.
જેમાં ૩૦૮૧નો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે.સરકારી લેબમાં ૭૧ નો રીપોર્ટ પોઝીટીવ
, ખાનગી લેબમાં ૨૪
પોઝીટીવ તથા રેપીડ એન્ટીજનના ૪૩૪ના 
ટેસ્ટમા માત્ર  ૦૧  કેસ 
નોંધાયા છે.  આ કેસો પૈકી શહેરી
વિસ્તારમા ૪૦  તથા ગ્રામ્યમાં  ૫૬ 
કેસ  સામે આવ્યા છે.   હજુ ૩૪૧૭નું પરિણામ બાકી છે. ગુરુવારે
૩૯૪    લોકો સાજા થતા તેમને રજા  અપાઇ છે. 
જિલ્લામાં એક્ટીવ કેસનો આંકડો ૭૭૫ નોંધાયો છે. 

પાટણ જિલ્લામાં ૧૦મી   
ફેબુ્રઆરીના રોજ કોરોના પોઝીટીવ પ૨ કેસ નોંધાયા છે. જેમાં ગત રોજ કરતાં ૧૬
કેસ વધુ જોવા મળ્યા છે. જેમા૨૪  પુરુષ
દર્દી અને ૨૮ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. આજદિન સુધીમાં કોરોનાના ૪૪૩૨ લોકો
કોરોના પોઝીટીવ નોંધાયા છે. આ કેસો પૈકી ૮ થી ૧૫વર્ષની વયના ૧૦  બાળકો તથા ૧૫ થી ૧૮ વર્ષના ત્રણ યુવકો કોરોના
સંક્રમિત થયા છે. આજદિન સુધી  ગ્રામ્ય
વિસ્તારમાં ૨૬૪૭ તથા શહેરી વિસ્તારમાં ૧૭૩૩ મળી કુસ ૪૩૦૭  કેસ નોંધાયા 
છે. હજુ ૨૦૦૫ દર્દીઓનુ રીઝલ્ટ પેન્ડીગ છે. હોમ આઇસોલેશનમાં ૨૭૮ દર્દી
સારવાર કરાવી રહ્યા છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!