[ad_1]
વાવ,
તા. 10
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પંથકમાં બે દિવસ અગાઉ થયેલા
યુવતીના જૂની અદાવતના મર્ડર આરોપીઓને સુઈગામ પોલીસ તેમજ બનાસકાંઠા જિલ્લા એલસીબી
ટીમ દ્વારા એક મહિલા સહિત ચાર શખ્સોને દબોચી જેલ હવાલે કર્યા હતા.
બનાસકાંઠા જિલ્લાના સુઈગામના જેલાણા ગામે ત્રણ દિવસ અગાઉ એક
શખ્સ દ્વારા ૨૦ વર્ષીય યુવતીનું ધોળા દિવસે જૂની અદાવતમાં શરીરમાં નવ જેટલા છરી
ના ઘા મારી મોતને ઘાટ ઉતારી હતી. જ્યારે
સુઈગામ પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ યુવતીના પરિવારની ફરિયાદના આધારે
પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા માટે બનાસકાંઠા જિલ્લા એલસીબી ટીમ ના સહયોગથી
સુઈગામ પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીઓની પકડી જેલ હવાલે કર્યા છે. આરોપીઓને
પકડવા માટે બનાસકાંઠા જિલ્લા એલસીબી ટિમ તેમજ સ્થાનિક પોલીસ દ્વારા કાણોઠી તેમજ
મમાણા ગામની સીમમાં શોધખોળ કરતા પોલીસે જુદી જુદી જગ્યાએથી ચારેય આરોપીઓને ઝડપી
જેલ હવાલે કર્યા હતા.
[ad_2]
Source link






