[ad_1]

વડોદરા, તા. 07
શહેરના વાસણા રોડ વિસ્તારમાં આજે પરોઢીયે એક કારમાં લાગેલી આગના બનાવને પગલે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
વાસણા રોડ પર જકાતનાકા પાસે સવારે પરોઢિયે ચારેક વાગે એક કાર સળગતી હોવાથી એક રાહદારીએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં લેવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધીમાં મોટાભાગની કાર ખાક થઈ ગઈ હતી.
વડોદરા: વાસણા રોડ પર કાર પલટી ગયા બાદ આગ, ચાલક સહિત બેનો બચાવ pic.twitter.com/d44VqCPpZz
— Gujarat Samachar (@gujratsamachar) February 7, 2022
બનાવ અંગે પ્રાથમિક તબક્કે એવી વિગતો જાણવા મળી હતી કે, આગ લાગતાં પહેલા કાર બે થી ત્રણ વાર પલ્ટી હતી, તેમજ કારમાં ચાલક સહિત બે વ્યક્તિ હતી.પરંતુ સ્થળ ઉપર કોઈ વ્યક્તિ હાજર મળી આવી ન હતી. ગોત્રી પોલીસ પણ આવી ગઈ હતી અને બનાવ અંગે તપાસ શરૂ કરી છે.
[ad_2]
Source link






