દારુ પીને તકરાર કરતા પિતાએ લકડીથી માર મારી પુત્રની હત્યા કરી

On: February 7, 2022 6:12 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,રવિવાર 

સરદારનગરમાં દારુના દુષણના કારણે યુવકે જીવ ગુમાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, યુવક અવાર નવાર  દારુ પીને પત્ની સહિત પરિવારજના સભ્યો સાથે તકરાર કરતો હતો, જેથી ગઇકાલે પિતા સાથે દારુ પીને ઝગડો કરતાં પિતાએ લાકડીથી મારતાં પુત્રનું મોત નીપજ્યું હતું.

દારુ પીને અવાર નવાર પરિવારના સભ્યો સાથે ઝગડો કરતો, પત્ની પણ પિયરમાં રહેવા જતી રહી હતી 

આ કેસની વિગત એવી છે કે  સરદાનગરમાં  સુભાષનગર,નોબલનગર પાસે  શર્માજીની ચાલીમાં રહેતા અને ઓટો રિક્ષા ભાડે ફેરવતા ભવાનભાઇ કનુંભાઇ ભરવાડ (ઉ.વ.૨૩) દારુ પીવાની ટેવના કારણે અવાર નવાર પત્ની સહિત પરિવારના સભ્યો સાથે તકરાર કરતો હતો. જેથી પત્ની પણ કંટાળીને પિયરમાં રહેવા જતી રહી હતી. પિતા  સમજાવતા  હતા કે  આપણા  સમાજમાં દારુ પીવાના મનાઇ છે છતા માનતો ન હતો.

ગઇકાલે રાત્રે ૧૧ વાગે યુવક દારુ પીને આવીને ઘરમાં ધમાલ કરતો હતો  પિતાએ સમજાવવા કોઇવાત માનવા તૈયાર ન હતો જેથી ઉશ્કરેરાઇને તથા મનમાં લાગી આવતાં પિતાએ પોતાના પુત્રને લાકડીથી માર માર્યા હતો જેથી યુવકને બરડા તથા બન્ને હાથ તથા સાંથળના ભાગે ગંભીર  ઇજા  થતાં બેભાન થઇ ગયો હતો. મોડીરાતે સારવાર માટે સિવિલમાં લઇ જવામાં આવતાં મરણ પામ્યો હતો.  આ  બનાવ અંગે સરદાનગર પોલીસે પુત્રના હત્યા કેસમાં પિતા સામે ખૂનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!