GTUની પરીક્ષાઓ ૧૫ ફેબુ્ર.થી ઓફલાઈન મોડથી જ લેવાશે

On: February 7, 2022 1:26 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

અમદાવાદ,

કોરોનાની
ત્રીજી લહેર શરૃ થતા જીટીયુ દ્વારા મોકુફ કરાયેલી વિન્ટર સેમેસ્ટરની વિવિધ
પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરાઈ છે.જે મુજબ ૧૫મી ફેબુ્રઆરીથી ડિગ્રી અને
ડિપ્લોમા ઈજનેરીની સેમેસ્ટર ૩ની તેમજ એમ.ઈ-એમ.ફાર્મ સેમેસ્ટર -૩ની પરીક્ષાઓ
લેવાશે.જે ઓફલાઈન મોડમાં લેવાશે.

જીટીયુ
દ્વારા ૨૦મી જાન્યુઆરીથી ડિગ્રી  ઈજનેરી
અને ડિપ્લોમા ઈજનેરીના સેમેસ્ટર-૩ની પરીક્ષાઓ ઓફલાઈન લેવાનું જાહેર કરાયુ હતુ.
પરંતુ જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં કોરોનાના કેસ વધતા અને કોરોની ત્રીજી લહેર શરૃ
થતા જીટીયુ દ્વારા પરીક્ષાઓ મોકુફ કરી દેવાઈ હતી.હવે રાજ્યમાં કોરોનાના કેસ ઘણે
અંશે ઘટયા છે અને ત્રીજી લહેર ઓસરી રહી છે ત્યારે સરકારે ધો.૧થી૯ની સ્કૂલો પણ
ઓફલાઈન શિક્ષણ માટે ૭મીથી શરૃ કરવાની મંજૂરી આપી દીધી છે.ઉપરાંત કેન્દ્ર સરકારે પણ
સ્કૂલો ખોલવાની મંજૂરી આપી છે.

જ્યારે ગુજરાત સરકારની
છેલ્લી ગાઈડલાઈન મુજબ પ્રવેશ પરીક્ષા-ભરતી પરીક્ષા લેવાની મંજૂરી અપાઈ છે.૧૩મીએ
ગૌણ સેવાની પણ મોટી પરીક્ષા લેવાનાર છે અને જેમાં લાખો ઉમેદવારો ઓફલાઈન પરીક્ષા
આપનાર છે.આમ હવે પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યારે જીટીયુ દ્વારા પણ ૧૫મી ફેબુ્રઆરીથી
અગાઉની મોકુફ પરીક્ષાઓ શરૃ કરી દેવામા આવશે. પ્રથમ તબક્કામાં ડિગ્રી અને ડિપ્લોમા
ઈજનેરીના સેમેસ્ટર -૩ની પરીક્ષા તેમજ એમ.ઈ અને એમ.ફાર્મ સેમેસ્ટર-૩ની પરીક્ષાઓ
લેવાશે ત્યારબાદ બીજા તબક્કામાં યુજી-પીજી સેમેસ્ટર-૧ની પરીક્ષાઓ લેવાશે.હવે
જીટીયુ દ્વારા તમામ પરીક્ષાઓ ઓફલાઈન જ લેવામા આવશે.જીટીયુ દ્વારા ઓનલાઈન વિકલ્પની
કોઈ જાહેરાત કરવામા આવી નથી

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!