[ad_1]
અમદાવાદ
કોરોનાની
સારવાર દરમિયાન વિટામીન-ડી કારગર સાબીત થયુ છે.જે ઈન્ડિયન ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક
હેલ્થના રીસર્ચર્સ દ્રારા કરાયેલા સાયન્ટિફિક મેટા એનાલિસીસ રીસર્ચ રિપોર્ટમાં
સામે આવ્યુ છે.આ રીસર્ચ રિપોર્ટ મુજબ હોસ્પિટલાઈઝેશન દરમિયાન જે દર્દીઓને
વિટામીન-ડી આપવામા આવ્યુ હતુ તેઓમાં મૃત્યુદરનું પ્રમાણ ૫૨ ટકા સુધી ઘટયુ હતુ અને
આઈસીયુની જરૃરિયાત ૬૫ ટકા સુધી તેમજ વેન્ટિલેટરની જરૃરિયાત ૪૬ ટકા સુધી ઘટી હતી.
ઈન્ડિયન
ઈન્સ્ટિટયુટ ઓફ પબ્લિક હેલ્થના ડિરેકટર ડૉ.દિલિપ માવલંકરના માર્ગદર્શન હેઠળ કી
ઓથર-રીસર્ચર ડૉ.કોમલ શાહ તેમજ અન્ય બે રીસર્ચ સ્ટુડન્ટ ડૉ.વી.પી. વર્ના અને ઉજિતા
શર્મા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે કોવિડ સારવારમાં વિટામીન-ડીના મહત્વને લઈને
કરાયેલા જુદા જુદા ૧૩ રીસર્ચના ડેટામાંથી
મેટા એનાલિસીસ કરવામા આવ્યુ હતુ. આ ટીમ દ્વારા સાન્યિટિફિક પદ્ધતિથી ડેટાનો
એનાલિસિસ કરીને એક સાર અહેવાલ તૈયાર કરવામા આવ્યો છે.જે તાજેતરમા ઓક્સફોર્ટ
યુનિવર્સિટી પ્રેસના ક્યુજેએમ-એન ઈન્ટરનેશનલ જર્નલ ઓફ મેડિસિનમાં પબ્લિશ પણ થયો
છે.આ એનાલિસિસ રિપોર્ટ મુજબ કોરોનાની સારવાર દરમિયાન જે એક ગુ્રપના દર્દીઓને
વિટામિન-ડી આપવામા આવ્યુ હતુ તેઓમાં મૃત્યુ દરનુ પ્રમાણ ૫૨ ટકા સુધી ઘટતુ જોવા
મળ્યુ હતુ.જ્યારે વેન્ટિલેટરની જરૃરિયાત ૪૬ ટકા સુધી ઘટી હતી તેમજ આઈસીયુની
જરૃરિયાત ૬૫ ટકા ઓછી થઈ હતી.
કોરોનાની સારવારમાં વિટામિન-ડીની પોઝિટિવ અસરો
જોવા મળી છે. હોસ્પિટલમાં દાખલ થયા પછી સપોર્ટિવ દવાઓ-ટ્રીટમેન્ટમાં વિટામિન
ડી-કારગર સાબીત થયુ છે.આ અંગે ડૉ.દિલિપ માવલંકરે જણાવ્યું કે વિટામિન-ડી ઓરલ કે
ઈન્જેકશન રૃપે કે ટેબ્લેટ ફોર્મમાં કોઈ પણ રીતે લઈ શકાય છે અને જ્યાં સુધી કોરોના
પેન્ડેમિક છે ત્યાં સુધી રોજનું ૪ હજાર યુનિટ વિટામિન -ડી લેવુ જોઈએ.જેનાથી
ઈમ્યુનિટી મજબૂત થાય છે અને કોરોના સહિતના વાઈરલ ડિસિઝ તેમજ રેસ્પિરેટરી
ઈન્ફેકશનમાં લડત આપી શકાય છે.વિટામીન-સામાન્ય રીતે ખૂબ જ સુરક્ષિત છે અને જે ન્યુટ્રિશન સપ્લિમેન્ટસ પણ છે.જેથી તેની
કોઈ આડઅસર પણ થતી નથી.આ ઉપરાંત કોરોનાની સારવાર દરમિયાન કે સામાન્ય રીતે પણ તડકામાં
અડધો કલાક બેસવુ જોઈએ .જેથી વિટામીન-ડી શરીરને મળે છે અને જે ખૂબ જ અસરકારક સાબીત
થાય છે.
[ad_2]
Source link






