[ad_1]
અમદાવાદ
શિક્ષણ સેવા
વર્ગ-૨ના ૧૬૮ અધિકારીઓની સામુહિક બદલી સરકાર દ્વારા કરવામા આવી છે.જેમાં અમદાવાદ
શહેર-ગ્રામ્ય ડીઈઓ કચેરીના નવ એજ્યુકેશન ઈન્સપેકટરોની આંતરિક બદલીઓ થઈ છે.ચાર
ગર્લ્સ સ્કૂલના આચાર્ય તરીકે પુરુષ અધિકારીને મુકાયા છે.
કમિશનર ઓફ
સ્કૂલની કચેરી દ્વારા કરાયેલા ઓર્ડર મુજબ રાજ્યના શિક્ષણ સેવા વર્ગ-૨ના ૧૬૮
અધિકારીઓની સામુહિક બદલી કરવામા આવી છે.જેમાં કેટલાક આચાર્યોને ડીઈઓ કચેરીઓમાં
શિક્ષણ નિરિક્ષક તરીકે મુકાયા છે જ્યારે કેટલાક શિક્ષણ નીરિક્ષકોની બદલી કરીને
સરકારી સ્કૂલોના આચાર્ય તરીકે મુકવામા આવ્યા છે.ઘણા અધિકારીઓની બદલી સ્વવિનંતીથી
કરવામા આવેલ છે જેથી તેમને ભથ્થુ મળવા પાત્ર રહેશે નહી. અમદાવાદ શહેરના સાત
એજ્યુકેશન ઈન્સપેકટરો અને ગ્રામ્યના બે ઈન્સ્પેકટરો સહિત ૯ એજ્યુકેશન ઈન્સપેકટરોની
બદલી કરવામા આવી છે. જેમાં કેટલાક એજ્યુકેશન ઈન્સપેકટરોની શહેર ડીઈઓ કચેરીમાંથી
ગ્રામ્ય ડીઈઓ કચેરીમાં અને કેટલાકની ગ્રામ્ય ડીઈઓ કચેરીમાંથી શહેર ડીઈઓ કચેરીમાં
બદલી કરવામા આવી છે.
જ્યારે હાલ
અમદાવાદ શહેરના જે ઈન્ચાર્જ ડીઈઓ છે તેઓ કલાસ-૨ના અધિકારી હોઈ તેમની પણ એજ્યુકેશન
ઈન્સપેકટર તરીકે અમદાવાદ શહેર ડીઈઓ કચેરીમાંથી અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ કચેરીમાં
કરવામા આવી છે.જો કે તેઓનો શહેર ડીઈઓ તરીકેનો ચાર્જ ચાલુ રહેશે.રાજ્યમાં કેટલાક
એજ્યુકેશ ઈન્સ્પેકટરો સ્કૂલોમાં તપાસ દરમિયાન રૃપિયા લેતા હોવાની ફરિયાદો પણ
કમિશનર ઓફ સ્કૂલ કચેરીને મળતા તેઓની બદલી કરીને સ્કૂલના આચાર્ય બનાવી દેવાયા
છે.મહત્વનું છે કે કેટલીક મહેસાણા ,ભાવનગર સહિતના ચાર જિલ્લાની
ગર્લ્સ સ્કૂલોના આચાર્ય તરીકે પુરુષ અધિકારીને મુકવામા આવ્યા છે.જો કે શિક્ષણ
વિનિયમની જોગવાઈઓ મુજબ ગ્રાન્ટેડ ગર્લ્સ સ્કૂલમાં આચાર્ય તરીકે મહિલા જ મુકવામા
આવે છે પરંતુ ન મળે તો વિકલ્પે પુરુષ અધિકારી મુકી શકાય.જ્યારે સરકારી ગર્લ્સ માટે
આવી કોઈ જોગવાઈ ન હોવાનું શિક્ષણ વિભાગના અધિકારીનું કહેવુ છે. અગાઉ વેરાવળની પણ ગર્લ્સ સ્કૂલમાં આચાર્ય પુરુષ હતા.
[ad_2]
Source link






