[ad_1]

વડોદરા, તા. 24
ઉત્તરાયણ પર્વમાં વીજળીના તાર તેમજ વૃક્ષો ઉપર પડેલા પતંગના દોરા હજુ પણ આકાશમાં વિહરતા પક્ષીઓ માટે ઘાતક પુરવાર થઇ રહ્યા છે. આજે વડોદરા ફાયર બ્રિગેડના દાંડીયા બજારના સ્ટાફે વીજ તાર ઉપર પતંગની દોરીમાં ફસાયેલા કબુતરનો રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો. અત્રે નોંધનીય છે કે ઝાડ અને ઈમારતો ઉપર પતંગના દોરાના પગલે મોતને ભેટેલા પક્ષીઓની સંખ્યા ચિંતાજનક છે

ઉત્સાહભેર ઉજવાયેલા ઉત્તરાયણ પર્વ બાદ ઇમારતો અને વૃક્ષો ઉપર પણ પડેલા પતંગના દોરાના પક્ષીઓ માટે જીવલેણ પુરવાર થઇ રહ્યા છે. ફાયર બ્રિગેડ તેમજ જીવદયા સંસ્થાઓ દ્વારા તાર અને વૃક્ષો ઉપર પતંગના દોરામાં ફસાતા પક્ષીઓને બચાવવાની કામગીરી કરી રહ્યા છે. આજે સવારે તાર ઉપર પતંગની દોરીમાં કબુતર ફસાયું હોવાનો મેસેજ ફાયર બ્રિગેડને મળતા દાંડિયા બજાર ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી ગયા હતા. અને આશરે 50 ફૂટ ઉંચે ફસાયેલા કબુતરનું રેસ્ક્યુ કરી નીચે ઉતાર્યું હતું. ધારદાર પતંગની દોરીથી કબુતરની પાંખો કપાઇ જતા ઇજા પામ્યું હતું. ફાયર બ્રિગેડના લાશ્કરોએ કબુતરની પ્રાથમિક સારવાર કરી કબુતરને પુનઃ મુક્ત કરી દીધું હતું.
[ad_2]
Source link






