જંગલના રાજા પરીવાર સાથે શિસ્તબદ્ધ રીતે ફરવા નિકળ્યા, જુઓ વાયરલ વીડિયો

On: January 20, 2022 5:54 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


વન અધિકારીએ લખ્યું કે ‘રાજા આખા કુટુંબને રાજ્યમાં ફરવા માટે લઈ જાય છે’

અમરેલી : એક સાથે 19 સિંહનો લટાર મારતો વીડિયો ડીસીએફએ  ટ્વીટર પર શેર કર્યો છે. આ સાથે ટ્વીટર પર વન અધિકારીએ લખ્યુ કે,આ વીડિયોમાં જોવા મળી રહેલા ઘાસ અને સિંહોની શિસ્તબદ્ધ ચાલ આ અંગે કાંઈ પણ મેચ થતું નથી રાજા આખા કુટુંબને તેના રાજ્યમાં ફરવા માટે લઇ જાય છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો કોઇ અજાણ્યા સ્થળનો છે, જોકે, આ વીડિયો ગીરના વિસ્તારનો નથી તે અંગે ડીસીએફ ડૉ. અંશુમાન શર્માએ સ્પષ્ટતા કરી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો 19  સિંહનો શિસ્તબદ્ધ એક જ લાઇનમાં ચાલતો વીડિયો ગીર જંગલનો હોવાનું કહીને જ લોકો અન્યને મોકલી રહ્યા છે. જે ગીર જંગલનો નહીં પરંતુ  અન્ય વિસ્તારનો હોવાનું સામે આવી રહ્યું છે. આ અંગે સ્પષ્ટ થઈ નથી કે ખરેખર આ વીડિયો ક્યાનો છે.

ડ્રોન કેમેરા દ્વારા શૂટ કરવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોને લઇ સોશિયલ મીડિયા ઉપર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યાં છે કે લોકોને શિસ્તબદ્ધ રહેવાનું કહેવામાં આવે તો પણ તેઓ શિસ્તમાં રહેતા નથી પરંતુ આ પ્રાણીઓ કોઇના આદેશ વગર શિસ્તબદ્ધમાં રહે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!