Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

કોસાડ આવાસની દુકાનોનો કબજો ખાલી કરાવી પોલીસ કેસ કરવા સૂચના

On: January 20, 2022 8:53 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


અત્યાર સુધી કબ્જો કેમ ખાલી કરાવી શક્યા
નહીં તેનો સ્થાયી સમિતિએ ખુલાસો માગ્યોઃ બેદરકારી દાખવનારા સામે કાર્યવાહી થશે

        સુરત,

સુરત મ્યુનિ.ના
કોસાડ આવાસની દુકાનો પર માથાભારે તત્વોના કબ્જા મુદ્દે જવાબદા સામે પગલા ંભરવા માટે
તૈયારી થઈ રહી છે. સાત વર્ષ સુધી માથાભારે તત્વોનો કબ્જો કેમ ખાલી કરાવી શક્યા નથી
તેનો જવાબ માગવામા ંઆવ્યો છે. સ્થાયી સમિતિ સક્ષમ રજુ કરેલા જવાબ સંતોષકારક ન હતો.
સ્થાયી સમિતિએ પાલિકાને તાકીદ કરી છે કે આ ગેરકાયદે કબ્જો તાત્કાલિક ખાલી કરાવી પાલિકાની
મિલ્કતનો કબ્જો લેવામા ંઆવે અને માથાભારે તત્વો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે.

સુરત મ્યુનિ.ના કોસાડ
આવાસમાં પાલિકાએ દુકાન બનાવી છે તેના પર માથાભારે તત્વોએ સાત વર્ષથી કબ્જો કરી દીધો
છે. પાલિકાએ જેમને દુકાન ફાળવી છે તેઓએ પૈસા ભરી દીધા હોવા છતાં પાલિકા તેમને કબ્જો
ન આપતાં તેઓએ પૈસા પરત માગ્યા હતા. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં
આવી હતી. સ્થાયી સમિતિએ આ દરખાસ્ત મુલત્વી રાખી છે અને સાત વર્ષ સુધી પાલિકાની મિલ્કત
પર માથાબભારે તત્વો કબ્જો કેવી રીતે કરી શકે? તેનો ખુલાસો માગ્યો છે.  સાત વર્ષમાં પાલિકાના કતારગામ ઝોન દ્વારા ક્યા પ્રકારની
કામગીરી કરવામાં આવી અને કેમ? કબ્જો ખાલી કરાયો નથી તેનો જવાબ અત્યાર સુધીના તમામ જવાબદાર
અધિકારીઓ પાસે માગવામાં આવ્યો છે.

સ્થાયી અધ્યક્ષ પરેશ
પટેલે સ્પષ્ટ કર્યું છે કે,  પાલિકાની મિલ્કત
પર માથાભારે તત્વોનો આવી રીતે કબ્જો હોય અને તે પાલિકા ખાલી કરાવી શકતી ન હોય તે શરમજનક
બાબત છે. તાત્કાલિક પોલીસની મદદથી આ ગેરકાદે કબ્જો ખાલી કરાવવામાં આવે અને માથાભારે
તત્વો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવે. અત્યાર સુધી જે લોકોની જવાબદારી છે તેઓ કામગીરી
ન કરી  શક્યા હોય અને તેઓ જવાબદાર ગણાય તો તેવા
અધિકારીઓ સામે પણ પગલાં ભરવામાં આવે તેવી તાકીદ કરી છે.

સ્થાયી સમિતિએ કતારગામ
ઝોનના અધિકારીઓને બોલાવીને પોલીસ બંદોસ્ત સાથે માથાભારે તત્વો પાસે કબ્જો ખાલી કરાવીને
પાલિકા પાસે કબ્જો લેવાની સુચના આપી દીધી છે. 

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!