જામનગરમાં જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં મીઠાઇ ફરસાણની દુકાનને નિશાન બનાવતા તસ્કરો

On: January 4, 2022 10:56 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

– દુકાન ના પાછળના ભાગમાં બાકોરું પાડી પ્રવેશ કરી રૂપિયા પાંચ હજારની રોકડની ચોરી કરી ગયા

 


– પોતાની ઓળખ છુપાવવા માટે તસ્કરોએ દુકાનમાં રહેલા ટી.વી. સીસીટીવી કેમેરા વગેરેન તોડી નાખ્યા: પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ

 જામનગર તા. 04

જામનગરમાં ત્રણ બત્તી વિસ્તારમાં જૂના રેલવે સ્ટેશન ની સામે ના ભાગમાં આવેલી નામની મીઠાઇ ફરસાણની દુકાનમાં ગઈ રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટકયા હતા, અને અંદરથી રૂપિયા પાંચ હજારની રોકડ રકમ ચોરી કરી ગયા છે. જ્યારે દુકાનમાં સીસીટીવી કેમેરા વગેરેને નુકસાન પહોંચાડયું છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જૂના રેલવે સ્ટેશનની સામેના ભાગમાં આવેલી ઝુલેલાલ સ્વીટ નામની દુકાનમાં પાછળના ભાગમાંથી પતરા ખેસવીને બાકોરું પાડ્યું હતું, અને તસ્કરોએ અંદર પ્રવેશ મેળવી લીધો હતો.

જ્યાં ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા પાંચ હજારની રોકડ રકમની ચોરી કરી લીધી હતી. પોતાની ઓળખ ન થાય તે માટે તસ્કરોએ દુકાનની અંદર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ઉપરાંત ડીવીઆર ને પણ નુકસાન પહોંચાડ્યું હતું.

સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા સીટી બી ડિવિઝનનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને તસ્કરોને શોધવા માટેની કવાયત હાથ ધરી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!