જામનગરના પ્રદર્શન મેદાનમાં ઝૂંપડામાં રહેતી એક મહિલાનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ: હત્યાની આશંકા

On: January 4, 2022 10:33 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

જામનગર, તા. 04

જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઝુંપડું બાંધીને રહેતી એક મહિલા આજે સવારે એકાએક બેશુદ્ધ બન્યા પછી તેણીને 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, જ્યાં તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કરાયું હતું. જેની હત્યા નીપજાવાઈ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે, અને પોલીસ વધુ તપાસ ચલાવે છે. મૃતક ના પતિ સામે પણ શંકાની સોય દર્શાવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ઝુંપડું બાંધીને રહેતી અનિતાબેન અનિલભાઈ ગોહિલ નામની 4૦ વર્ષની મહિલા કે જે આજે સવારે ઇજાગ્રસ્ત થઇ ને બે શુદ્ધ બની ગઈ હતી, અને તેણીને નાકમાં ઈજાનું નિશાન જોવા મળ્યું હતું.

જેને 1૦8 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજયું હોવાનું જાહેર કર્યું હતું. સમગ્ર મામલે યુવતીની હત્યા નીપજાવાઈ હોવાની આશંકા વ્યક્ત કરી પોલીસે મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. ઉપરાંત મૃતકના પતિ સામે પણ શંકાની સોય દર્શાવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જે હાલ લાપત્તા હોવાથી તેની શોધખોળ ચલાવાઈ રહી છે.

પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજે સવારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું અને તેમાં અનિતાબેન ને ઈજા થઈ હોવાનું પણ કેટલાક સ્થાનિક લોકો જણાવી રહ્યા હતા. જોકે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!