વડોદરા: જાતિ વિરુદ્ધ હલકી કક્ષાના ઉચ્ચારણો કરી યુવકનું અપમાન કરનાર સામે ફરિયાદ

On: January 3, 2022 1:56 PM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

વડોદરા, તા. 03

વડોદરા ગોત્રી વિસ્તારના દીનદયાળ નગર માં અનુસૂચિત જાતિના યુવકને હલકી કક્ષા ના જાતિના ઉચ્ચારણ કરી અપમાન કરનાર અન્ય એક વ્યક્તિ સામે લક્ષ્મીપુરા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે જે અંગે લક્ષ્મીપુરા પોલીસનાં પી.આઇ એ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગોત્રી દીન-દયાળ નગરમાં રહેતા તુષાર રામજીભાઈ પરમાર પીયા ટોકીઝ પાસે આવેલા પેટ્રોલ પંપમાં રિફિલિંગ નું કામ કરે છે તે તારીખ બીજી ના રોજ બપોરના સમયે ઘરે હતો ત્યારે દીનદયાળ નગર માં જ તેમના બ્લોકમાં રહેતાં જ સમીર ઉસ્માન દિવાન નામના વ્યક્તિ તુષાર ની માતા સાથે ઝઘડો કરી રહ્યા હતા તે દરમિયાન તુષારભાઈ એ દરમિયાનગીરી કરી ઝઘડો બતાવવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે સમીર દીવાને તુષારભાઈ ને અપમાનિત કરતા જાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કરી ગમે તેમ બોલી ઝઘડો કર્યો હતો.

આ અંગે તુષાર રામજીભાઈ પરમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેને ધ્યાનમાં રાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ની શરૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!