સીમાડાના પેટ્રોલ પંપ માલિકની ઓળખ આપી મેનેજર પાસેથી 50 હજાર લઇ ગઠિયો રફુચક્કર

On: December 30, 2021 6:16 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]


– મેનેજર અને પંપ માલિકના પુત્રને કહ્યું 50 હજારના છૂટા તરીકે 200ની નોટ આપીશ, તમે મને 2000 અને 500ની નોટ આપો કહી લઇ ગયો

(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૂવાર

સીમાડા નાકા સ્થિત જી.એમ. પટેલ નામના પેટ્રોલ પંપના માલિક અને મેનેજરને બાજુના દુકાનદાર તરીકેની ઓળખ આપી ગઠિયો 50 હજારના છૂટા તરીકે 200 રૂપિયાની નોટ આપવાનું કહી રોકડા 50 હજાર રૂપિયા લઇ રફુચક્કર થઇ જતા સરથાણા પોલીસે ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સીમાડા નાકા સ્થિત નટવરનગરની બાજુમાં આવેલા જી.એમ. પટેલ નામના પેટ્રોલ પંપ પર અઠવાડીયા અગાઉ અજાણ્યો યુવાન આવ્યો હતો. યુવાને પેટ્રોલ પંપના માલિકના પુત્ર બ્રિજેશ પટેલ અને મેનેજર રામસિહં માંગુસિંહ રાવતને પેટ્રોલ પંપના માલિક ગમન મગન પટેલ (ઉ.વ. 73 રહે. દક્ષીણ ફળીયું, નાના વરાછા) ની ઓળખાણ આપી 50 હજારની 2000ની અને 500 રૂપિયાની નોટ જોઇએ છે અને તેના બદલામાં 200 રૂપિયાની નોટ આપશે. જેથી મેનેજરે 50 હજારની 2000 અને 500 રૂપિયાની નોટ આપી હતી અને બાજુમાં મારી દુકાન છે, હું ત્યાંથી 50 હજાર લઇને આવું છું એમ કહી ગઠિયા ચાલ્યો ગયો હતો. ઘટના અંગે પંપ માલિક ગમન મગન પટેલે સરથાણા પોલીસમાં ઠગાઇની ફરીયાદ નોંધાવી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!