Breaking News
ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન – વાપી મનપા ચૂંટણી માં ભાજપે માળખાકીય વિકાસના વાયદા સાથે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય વાપી મહા નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે  ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો  શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU નિર્ધુમ ચુલ્હા ના સફળ અને લાભદાયક વિતરણ બાદ કપરાડા જેવા અંતરિયાળ વિસ્તારમાં તાલુકા પંચાયત સભ્ય કુંજાલી પટેલ દ્વારા બાયો-ગેસ પ્લાન્ટ નું વિતરણ.

વારાહી પંથકમાં ૬૫ રહેણાંક મકાનમાં વીજ ચોરી ઝડપાઈ

On: December 30, 2021 3:28 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

રાધનપુર,તા.29

સાંતલપુર તાલુકા
મથક વારાહી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપની દ્વારા અલગ અલગ ટીમો
બનાવી રેડ કરવામાં આવી હતી. અને રહેણાંક વિસ્તારના ૬૫ જેટલા કનેક્શનો માંથી વીજ
ચોરી ઝડપી વીજ ચોરી કનારાઓને પાંચ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઉત્તર ગુજરાત
વીજ કંપની દ્વારા સોમવારના દિવસે ડીસા સિદ્ધપુર પાલનપુર મહેસાણા અને વારાહી એમ મળી
કુલ ૨૨ જેટલી ટીમો બનાવી વારાહી
,
સીધાડા, બામરોલી, ડાલડી, લીમગામડા, ગોખંતર સહિતના
ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે ૫ વાગ્યે બોર્ડર વિંગના જવાનો સાથે વીજ કંપની
દ્વારા રેડ કરવામાં આવી હતી. વીજ કંપનીની ટીમો દ્વારા કરવામાં આવેલ રેડ દરમિયાન
અલગ અલગ ૬૫ જેટલી વીજચોરી ઝડપી કુલ રૃ.પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો.યુજીવીસીએલ
કંપનીના અધિકારીઓ દ્વારા રેડ કરતા જુદી જુદી રીતે ચોરી ઝડપી પાડવામાં આવી જેવી
રીતે કે લાઈન ઉપર ચેકો મારી સવસ વાયર બ્રેક કરી ને લાઈનમાં આંકડી મારી મીટર નો સીલ
તોડી લોકો અલગ-અલગ રીતે ચોરી કરી રહ્યા હતા અધિકારી દ્વારા જણવવામાં આવ્યું હતું
કે ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરી કરવામાં આવતી હોવાની બાતમી અમોને મળી હતી. તેમને
વધુમાં જણાવેલ કે અત્યારે રૃટીગ ચેકિંગ દરમિયાન જે માથાભારે ગામો હતા તે જગ્યાએ
વીજ ચોરીની રેડ કરવામાં આવી હતી અને વીજચોરી કરનાર એક ગ્રાહકને વધુમાં વધુ ૨૫
હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે આ તમામ ચોરી રહેણાંક વિસ્તારમાંથી પકડવામાં આવી છે
અને વીજચોરી કરતા જે વિજગ્રહકો ઝડપાયા તેમના વીજ મીટર વાયર કબજે કરવામાં આવ્યા છે
વીજચોરી કરતા ઝડપાયેલા ગ્રાહકોને ફટકારવામાં આવેલ પાંચ લાખના દંડની રકમની ભરપાઈ
કરવામાં નહીં આવે તેવા લોકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું વિદ્યુત બોર્ડના
અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

વિજચોરીની બુમને કારણે ત્રીજી વખત સરપ્રાઈઝ ચેકિંગ

વારાહી પંથકમાં કેટલાક ગામડાઓમાં વીજ ચોરી કરવાની છેલ્લા
કેટલાક વખતથી બુમ ઉઠી હતી.જેના લીધે વીજ કંપની દ્વારા આ વિસ્તારમાં સતત વોચ
રાખવામાં આવી રહી છે.આ અગાઉ બે વાર વારાહી અને આસપાસના ગામડાઓમાં વીજચોરી રોકવા
તંત્ર દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ કરી મોટાપાયે વીજચોરી ઝડપી હતી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

यह भी पढ़ें

વાપીમાં પાણીની પાઈપલાઈન તૂટતાં રસ્તા પર પાણી ભરાયું, વાહનચાલકો પરેશાન

ધરમપુર ખાતે  શ્રી  રામકૃષ્ણ મંદિરનો ઉદ્ઘાટન અને લોકાર્પણ સમારોહ સંપન્ન –

શિક્ષણ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના જીવનમાં પ્રકાશ રેલાવવાનો પ્રયાસ: કેપી ગ્રુપ અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા ઉર્જાનૂર સ્કોલરશીપ શરૂ કરાય

ગાંધીનગરમાં બ્રાહ્મણ અડવોકેટ ક્લબનો ભવ્ય શુભારંભ સ્થાપક અધ્યક્ષ એડવોકેટ બી. આર. શર્માની આગેવાનીમાં ઐતિહાસિક પહેલ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના સંસ્કારોથી ઘડાયેલ હર્ષિત દેસાઈ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ‘ખેલો ભારત (રમતગમત)’ સેલના સહ-કન્વીનર તરીકે નિયુક્ત

શ્રીમદ્ રાજચંદ્ર વિદ્યાપીઠ અને GBRC, ગાંધીનગર વચ્ચે ઐતિહાસિક MoU

error: Content is protected !!