સ્માર્ટસિટીનું મિસમેનેજમેન્ટ , ગોતા કોમ્યુનિટી હોલનું પાંચ મહિના પહેલાં લોકાર્પણ છતાં હજુ ઉપયોગ બંધ

On: December 30, 2021 3:07 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

[ad_1]

       

 અમદાવાદ,બુધવાર,29 ડીસેમ્બર,2021

ઉદ્દઘાટન અને લોકાર્પણ કરવામાં શૂરા સાબિત થયેલા મ્યુનિસિપલ
કોર્પોરેશનના સ્માર્ટ સિટીના શાસકોનું મિસમેનેજમેન્ટ બહાર આવવા પામ્યું છે.પાંચ
મહિના અગાઉ ઉત્તર-પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં કોમ્યુનિટી હોલનું કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.જેનો ઉપયોગ હજુ સુધી શરુ
કરવામાં આવ્યો નથી.આ જ પરિસ્થિતિ સ્વિમિંગ પુલ
,જીમનેશીયમ અને ટેનિસ કોર્ટની પણ જોવા મળી રહી છે.લોકો માટે
સુવિધાઓ ઉભી કરવાના મ્યુનિ.તંત્રના દાવાની વચ્ચે કડવી વાસ્તવિકતા જોવા મળી રહી છે.

સોલા સાયન્સ સિટી વિસ્તારના રહીશ રોહીત પટેલની મળેલી પ્રતિક્રીયા
મુજબ
, ગોતા વોર્ડમાં
૧૧ જુલાઈ-૨૦૨૧ના રોજ કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.આ પછી લગ્નસરાની
મોસમ પણ પુરી થઈ ગઈ છે અને હાલમાં ધનારક ચાલી રહ્યા છે.આમ છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના
એસ્ટેટ વિભાગની બેદરકારીના કારણે હજુ સુધી લોકાર્પણ કરવામાં આવેલા કોમ્યુનિટી હોલનો
આસપાસના વિસ્તારના રહીશો ઉપયોગ કરી શકતા નથી.૧૧ ડીસેમ્બરના રોજ આ જ વોર્ડમાં સ્વિમિંગપુલ
, જીમનેશિયમ અને ટેનિસ
કોર્ટનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા કરવામાં આવ્યુ હતું.આ ત્રણેનો હજુ સુધી
લોકો ઉપયોગ કરી શકતા નથી.

[ad_2]

Source link

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!