[ad_1]

– દર્દીઓને કોઇ તકલીફ નહીં પડે તે માટે
તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ,
રેસીડેન્ટ, ઇન્ટર્ન, નોન
પી.જી. વગેરે ડૉક્ટર્સની ભરતી કરાશે
સુરત :
સુરત સહિત ગુજરાતના સરકારી ડોકટરોએ પણ પગારના મુદ્દે ગુજરાત ગર્વમેન્ટ ડોકટર ફોરમ બનાવીને આંદોલન શરૃ
કર્યું છે. જે અંતર્ગત સુરત મેડિકલ કોલેજના પ્રાધ્યાપક સહિતના
ડોક્ટરો આવતીકાલે સોમવારથી હડતાળ પર જશે.
સાતમા વેતન મુદે પાંચ-છ માસ પહેલા સરકારને રજૂઆત
બાદ આંદોલન કરાયું હતું. પણ નિરાકરણ આવ્યું ન હતું. કોરોના કાળમાં સતત રાત-દિવસ
દર્દીઓની સારવાર કરનારા ડોકટરો આખરે અકળાયા છે. નવી સિવિલ ખાતે ડોકટરોએ કાળી પટ્ટી
પહેરી લડત શરૃ કર્યા બાદ વિવિધ કાર્યક્રમો આપી રહ્યા છે. પણ સરકાર દ્વારા નિરાકરણ
કરવામાં આવ્યું ન હોવાથી સરકારી ડોકટરોએ હવે હડતાલ પર જવાનું નક્કી કર્યું છે.
સુરત મેડિકલ કોલેજના પ્રાધ્યાપક સહિતના સરકારી ડોકટરો સોમવારે સવારે સિવિલના પોસ્ટ
મોર્ટમ રૃમ નજીક એકત્ર થશે. બાદમાં સિવિલ કેમ્પસમાં રેલી કાઢશે અને પછી ધરણાં
કરીને વિરોધ પ્રદર્શન કરશે. એમ ગુજરાત મેડીકલ ટીચર્સ એસો. સુરત બ્રાન્ચનાં પ્રમુખ
ડૉ.કમલેશ દવેએ જણાવ્યું હતું.
જયારે
ગવર્મેન્ટ મેડીકલ કોલેજના ડીન ડૉ.ઋતુંભરા મહેતાએ કહ્યું કે, 200 જેટલા તબીબી
શિક્ષકો અને 15 થી 20 મડીકલ ઓફિસર
હડતાળ પર જવાના હોવાથી સિવિલમાં ઇમરજન્સી સહિતના વિભાગમાં સારવાર માટે આવતા
દર્દીઓને તકલીફ નહી પડે તે માટે જરૃરી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વિવિધ
વિભાગના કોન્ટ્રાકટના 41 ડોકટરો, 110
સિનિયર રેસીડન્ટ ડોકટરો, બીજા વર્ષના 155, ત્રીજા વર્ષના 140 રેસીડન્ટ ડોકટરો, 135 ઇન્ટર્ન ડોકટરો અને 77 નોન પી.જી ડોકટરોની ભરતી
કરવામાં આવશે. જેમાં મોટા ભાગના ડોકટરો હાજર થઇ ગયા છે અને બાકીના આગામી દિવસમાં
હાજર થઇ જશે.
[ad_2]
Source link






